શહેરમાં ઠંડી વધતા ગરમ વસ્ત્રો વેચતા તિબેટીયનોને તડાકો

108

સમગ્ર રાજ્યભરની સાથોસાથ ભાવનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી શિયાળો અસલી મિજાજમાં આવ્યો છે અને ઠંડીનુ પ્રમાણ વધ્યું છે અને લોકો ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો ધારણ કરવા લાગ્યા છે ત્યારે દર વર્ષની માફક શહેરના જવાહરમેદાન ખાતે ગરમ વસ્ત્રો વેચવા આવેલા તિબેટીયનોને ત્યાં હાથમાં ગરમ વસ્ત્રો ખરીદવા માટે ખુબજ ગીર્દી થઈ રહી છે ઠંડી પડતાજ તિબેટીયનોને તડાકો પડ્યો હોય તેમ ઘરાકી નીકળી છે આ વખતે અવનવી વેરાયટીઓ વાળા જાકીટ જરસી મફલર શાલ, મોજા સહિતની આઈટમો જોવા મળી રહી છે અને લોકો પોતાની પસંદગી અને બજેટ અનુસાર ગરમ કપડાની ખરીદી કરી રહ્યા છે.

Previous articleસપ્તાહના સતત આક્રમણ બાદ આજે ઠંડીમાં રાહત
Next articleભાવનગર જિલ્લામાં કોરોનાનો લઈ મોટી રાહત, આજે એક સાથે ૬ દર્દીઓ ડીસ્ચાર્જ થયા