ભાવનગર જિલ્લામાં કોરોનાનો લઈ મોટી રાહત, આજે એક સાથે ૬ દર્દીઓ ડીસ્ચાર્જ થયા

110

એક્ટિવ કેસની સંખ્યા ઘટીને સિંગલ ડિઝટમાં થઈ હવે માત્ર ૫ દર્દીઓ રહ્યા
ભાવનગરમાં બે દિવસની રાહત બાદ ફરી આજે નવો એક કોરોનાનો કેસ નોંધાયો હતો, જેમાં શહેરમાં એક સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે હાલ ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, આજે શહેરમાં ૬ દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા, જેને કારણે શહેરમાં દર્દીની સંખ્યામાં ઘટીને ૪ પર પોહચી છે, જ્યારે ગ્રામ્યમાં ૧ કોરોનાના કેસ એક્ટિવ રહ્યા છે, આમ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૫ એ પહોંચી છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૧૦ કેસ પૈકી હાલ ૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયા છે.

Previous articleશહેરમાં ઠંડી વધતા ગરમ વસ્ત્રો વેચતા તિબેટીયનોને તડાકો
Next articleભાજપ બક્ષીપંચ મોરચાએ કેરલના મુખ્યમંત્રીનું પુતળુ બાળી વિરોધ કર્યો