ભારતીય ઈતિહાસની પ્રથમ ઘટના : પ્રલય મિસાઈલમાં સોલિડ ફ્યુલનો ઉપયોગ કરાયો છે, જેમાં અત્યાધુનિક નેવિગેશન ટેકનિકનો ઉપયોગ કરાયો છે
નવી દિલ્હી, તા.૨૩
જમીન પરથી જમીન પર માર કરતી પ્રલય મિસાઈલનુ આજે ફરી એક વખત સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ છે.આમ ભારતે સતત બીજા દિવસે આ મિસાઈલનુ પરિક્ષણ કર્યુ છે.
ભારતના ઈતિહાસમાં આવું પહેલી વખત થયું છે.આ મિસાઈલનુ ઓરિસ્સા તટ પર ડો.અબ્દુલ કલામ ટાપુ પરથી પરિક્ષણ કરાયુ હતુ.સૂત્રોના કહેવા પ્રમાણે આ મિસાઈલ અંગે ડીઆરડીઓ દ્વારા ૨૦૧૫માં ચર્ચા કરવામાં આવી હતી.તેના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે, પ્રલય મિસાઈલ ચીનની બેલેસ્ટિક મિસાઈલનો સામનો કરવા માટે સક્ષમ છે.તેને જમીન પરથી અને સાથે સાથે મોબાઈલ લોન્ચપેડ પરથી પણ લોન્ચ કરી શકાય છે. પ્રલય મિસાઈલમાં સોલિડ ફ્યુલનો ઉપયોગ કરવામાં આવે છે.જેમાં અત્યાધુનિક નેવિગેશન ટેકનિકનો ઉપયોગ કરાયો છે.આજે સતત બીજા દિવસે તેના સફળ પરિક્ષણ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓ અને મિસાઈલ સાથે જોડાયેલી ટીમને અભિનંદન આપતા કહ્યુ હતુ કે, આજે મહત્વપૂર્ણ સિધ્ધિ ભારતે મેળવી છે.
આ મિસાઈલ ૧૫૦ કિમીથી માંડીને ૫૦૦ કિલોમીટર સુધીનુ લક્ષ્ય ભેદવા માટે સક્ષમ છે.મિસાઈલ ૫૦૦ થી ૧૦૦૦ કિલોગ્રામ સુધીના બોમ્બ લઈ જઈ શકે છે.