ભાવનગર જિલ્લામાં આજે એક કોરોનાનો કેસ નોંધાયો

340

ભાવનગરમાં સતત બીજા દિવસે આજે નવો એક કોરોનાનો કેસ નોંધાયો હતો, જેમાં શહેરમાં એક પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે હાલ ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, જેને કારણે શહેરમાં દર્દીની સંખ્યામાં ૫ પર પોહચી છે, જ્યારે ગ્રામ્યમાં ૧ કોરોનાના કેસ એક્ટિવ રહ્યા છે, આમ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૬ એ પહોંચી છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૧૬ કેસ પૈકી હાલ ૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયા છે.

Previous articleભાવનગરના દેવળોમાં ક્રિસમસની ઉજવણીનો ઝળહળાટ
Next articleભાજપ સરકારની કોરોના મૃત્યુ સહાય યોજનાના ફોર્મ માર્ગદર્શન માટે કોંગ્રેસ પણ આગળ આવી