દેવાયત બોદરની પ્રતિમાં ખંડિત કરવાના મામલે ૩ શખ્સો સામે પોલીસ ફરિયાદ

137

ગુંદરણા ગામે દેવાયત બોદરની પ્રતિમા ખંડિત કરતાં આહિર સમાજમાં ભભૂકી ઉઠ્‌યો રોષ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણા ગામે આહિર સમાજના શૂરવીર દેવાયત બોદરની પ્રતિમાને આજ ગામનાં ત્રણ શખ્સોએ પથ્થરો મારી ખંડિત કરતાં આહિર સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને આ અંગે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના ગુંદરણા ગામે તાજેતરમાં આહિર સમાજના વિર પુરુષ દેવાયત બોદરની પ્રતિમા સ્થાપવામાં આવી હતી આ પ્રતિમાને કાચના કવરથી આરક્ષિત કરવામાં આવી હતી. દરમ્યાન ગત બુધવારે રાત્રે આજ ગામે રહેતા ત્રણ શખ્સોએ પથ્થરો ના ઘા મારી કાચ તોડી પ્રતિમાના હાથમાં રહેલ તલવાર ખંડિત કરી હતી આ શખ્સોની કરતૂત પ્રતિમા સામે આવેલ એક દુકાન બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી દરમ્યાન સવારે આ બનાવની જાણ આહીર સમાજના લોકોને થતાં લોકોના ટોળેટોળાં એકઠાં થયા હતા અને તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજમાં ત્રણેય શખ્સોની કરતૂત જણાતા માહોલ તંગ બન્યો હતો અને સમગ્ર બનાવ અંગે બગદાણા પોલીસને જાણ કરતાં પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.
દરમ્યાન આહીર સમાજે આરોપીઓને કડક સજા સાથે આરોપીઓનુ સરઘસ કાઢવા માગ કરી હતી અને દાખલારૂપ સજાની ઉગ્ર માગ કરી હતી.

Previous articleરાજુલા અને મહુવાના યુવા પત્રકાર ધર્મેશ મહેતાનો આજે જન્મદિવસ
Next articleઓમિક્રોનના સામના માટે રાજ્ય સજ્જ, ટેસ્ટિંગ વધારાયું