‘રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો, જીવન એટલે સમસ્યાઓનો સરવાળો.’
સફળતાના શિખરોને સર કરનારા મહાપુરુષોના જીવનમાં ડોકિયું કરતાં ખબર પડે કે મુશ્કેલી, અવરોધો અને નિષ્ફળતારૂપી કડવા ઘૂંટડા તો એમણે પણ પીધા છે.
ભારતમાંથી અંગ્રેજ સત્તાને ઉખાડીને ફેંકી દેનાર રાષ્ટ્રપિતાને પણ એક દિવસ વગર કારણે ટ્રેનમાંથી નીચે ફેંકી દેવાયા હતા ! આખા વિશ્વને અજવાળનાર એડિસનના જીવનમાં પણ એક દિવસ અંધકાર ફેલાયો હતોજ્યારે તેની પ્રયોગશાળા સળગી હતી !અમેરિકાના લોકપ્રિય અને સફળ રાષ્ટ્રપતિ તરીકે પ્રસિદ્ધિ પામનાર લિંકન ૫૧ વર્ષ સુધી એક નિષ્ફળ વ્યક્તિ તરીકે જ પ્રસિદ્ધ હતા !
આ બધાનાં જીવનમાંનિષ્ફળતાની હારમાળા જ લટકતી હતી. તો પ્રશ્ન એ છે કે, જીવનના દરેક તબક્કે આવતી વિપરીતતાઓમાં પણ તેઓ કેમ હાર્યા નહીં ? કારણ એટલું જ છે કે તેઓની પાસે નિષ્ફળતાને નીરખવાનો સફળ દૃષ્ટિકોણ હતો. તેઓની O = Obstacle નહીં પરંર્તું = Opportun તરફ જ રહી છે. ઈ.સ.૧૯૫૮ની વાત છે. એક યુવક એરોનોટિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કરી વાયુસેનામાં પ્રવેશ મેળવવા ભારતના દક્ષિણ છેડાથી ૨૦૦૦ કિ.મી.નો પ્રવાસ ખેડી દેહરાદૂન પહોંચ્યો. તેનું બાળપણથી જોયલું સ્વપ્ન હવે સાકાર થવાનું હતું.તેના યુવામાનસમાં માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હતી, તરવરાટ હતો. પરંતુૈંwInterviewમાં૨૫ વ્યક્તિઓમાંથી ૮ ઑફિસરોની જ ભરતી થવાની હતી. અને તે નવમા નંબરે આવ્યા !
કાંઠે આવેલુ વહાણ ડૂબી ગયાનો અહેસાસ થયો. વર્ષોથી ચણેલા આશાના મિનારાઓ જાણે કકડભૂસ થતા હોય એવું જણાયું. નિરાશ હૃદયે તે ઋષિકેશમાં શિવાનંદ સ્વામીના આશ્રમમાં જઈ તેમને મળ્યો. તેમણે જે કહ્યું તેનું વર્ણન પોતાના પુસ્તકમાં કરતાં તે કહે છેઃ ‘તેમણે મને કહ્યું કે તું કદાચ ઍરફોર્સનો પાઈલટ થવા માટે નથી સર્જાયો. તારા માટે નિર્મિત યોગ્ય માર્ગે લઈ જવા માટે આ નિષ્ફળતા જરૂરી હતી તેથી તેને સ્વીકારી ઈશ્વરની ઇચ્છાને સમર્પિત થા !
આ શબ્દોએ યુવાનના પડી ભાંગેલાં સ્વપ્નાઓને ફરી બેઠાં કર્યાં. પોતાની દૃષ્ટિ બદલી તેથી, માર્ગમાં આવતા પથ્થર પર જ પગ દઈ વધુ ઊંચે ઊડતા શીખ્યો. પછી તો તે યુવક ઈન્કોસ્પાર(Incospar)માં રોકેટ ઈન્જિનીયર થયો.અનેક યુનિવર્સિટીઓમાંથી માનદ Ph.D.ની ડિગ્રી મેળવી. હા, તે યુવક એટલે ભારતનામિસાઈલ મેન અને એક સમયના આદરણીય, લોકલાડીલા રાષ્ટ્રપતિ ડૉ.કલામ. ખરેખર, વિપરિત પરિસ્થિતિમાં પણ સફળતા જોવાની દૃષ્ટિથી માણસ આગળ વધે છે.
કેટલાંક અંધ માણસો લાચારીપૂર્વક એવું કહે છે કે, “I am blind, please help”જેયારે કેટલાક એવું કહે છે કે “Today is a beautiful day and I cannot see it” માણસ કયા દૃષ્ટિકોણથી પરિસ્થિતિને જુએ છે તે અગત્યનું છે.
પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં પણ આ સદ્ગુણના દર્શન અનેક પ્રસંગોએ થયા છે. અનેક શુભપ્રેરણાઓની સરિતા વહાવતો, ગુણતીત દ્વિજન્મશતાબ્દી મહોત્સવ સન ૧૯૮૫માં અમદાવાદ ખાતે ઉજવાયો. જેની વિશાળતા, ભવ્યતા અને દિવ્યતાને આજે પણ લોકો યાદ કરે છે. ત્યાં પધારનાર દરેક મુમુક્ષુઓનું સ્વાગત કરતો વિરાટ પ્રવેશદ્વાર બંગાળી કલાકારી અને સુંદર નકશીકામથી શોભતો હતો. એક દિવસ કાગળ-કંતાન-કાપડ અને વાંસનીવળીથી સજ્જ થયેલા ૨૦૦ટ૧૦૦ટ૭૧ ફૂટના એ પ્રવેશદ્વારની ડાબી બાજૂથી અચાનક આગ લાગી. આગ શમતા સુધીતો અડધો પ્રવેશદ્વાર બળીને ખાખ થઈ ગયો. ચારે બાજુ માનવ મહેરામણની દોડધામ, રઘવાટ અને બૂમબરાડાઓને અવાજ પહોંચ્યો. મહોત્સવના અધ્યક્ષ પ્રમુખસ્વામી મહારાજે ખૂબજ સ્થિરતાથી સંપૂર્ણ વિગત સાંભળી. તેઓ ઘટના સ્થળે પહોંચ્યા. વ્યવસ્થાપક સંતો ભક્તોના મનમાં પણ ચિંતા હતી કે હવે આ ઘડધા દ્વારનું શું કરવું ? દ્વાર બનાવનાર બંગાળી કારીગરો નથી અને બીજા કોઈને અનુભવ પણ નથી. વળી, ચાલુ ઉત્સવમાં બાંધકામ પણ કઈ રીતે કરવું ? બધાના મનમાં એક વિચાર આવ્યો કે બાકી રહેલો અડધો દ્વાર પણ કાઢી નાંખવો. જાણે દ્વાર હતો જ નહીં. હા, બધાની આંખો દ્વારની જગ્યાએ સમથળ જમીન જોતી હતી. જ્યારે પ્રમુખસ્વામીની દૃષ્ટિ રાખમાંથી ઊભા થયેલા ભવ્ય દ્વારને જોતી હતી. પરિસ્થિતિને પોતાની તરફ વાળતા હોય તેમ તેઓ બોલ્યા, ‘જે થયું તે ભગવાનની ઈચ્છા, બીજો અડધો બનાવી દો.’ અને સંતો-ભક્તોના રાતદિવસના અથાગ પરિશ્રમથી માત્ર અઠવાડિયામાં જ પહેલા જેવો દ્વાર તૈયાર થઈ ગયો. હા, જીવનમાં આવતી અસફળતાને વ્યક્તિ કેવી રીતે લે છે તેના ઉપર તેની સફળતાનો આધાર હોય છે. આ અસફળતાને પણ સફળતામાં ફેરવવા માટે આ પ્રમુખ દૃષ્ટિની જરૂર છે.