આજની મારી રચના મારા હુરટી દોસ્તારો માટે હમણાંજ મારી એક મિત્ર જેને ચકલીના નામથી બોલાવું છું એ પણ હુરટી, તમને કેવને ગજબનું બોલે હે બાકી, હાચુ કવ તો બોલતી જ બંધ કર લાખે… ચકલી કહે ભાવિકભાઈ આમ તો આખું વાંચું નઈ પણ બુલેટ પોઇન્ટ જેવું હેડિંગ હોય તો તમારા લેખ વાંચી લાખું. આજની વાતમાં બીજા એક મારા મિત્ર કમ મોટા ભાઈ બીપ ભાઈ, શું કેવ તમને એનું બીપ બીપ કરતા એક લીટીના વચનમાં વાત કરતા તો વધારે…. સમજી ગયાને બસ તો આજ બીપ અવાજ પરથી આપણા લેખની શરૂઆત કરીએ. તાજેતરમાં જ સાઉથ કોરિયાના વડા એવા શ્રીમાન કિમ ઝોંગ દ્વારા કે જે પોતાના કઠોર નિર્ણય લેવામાં અત્યંત પ્રચલિત છે એવોજ એક ઐતિહાસિક નિર્ણય દ્વારા વિશ્વના દરેક દેશોને એક નવી ક્રાંતિ સર્જન કરવા માટે દોડતા કરી દીધા છે. કિમ ઝોંગ દ્વારા ગત સપ્તાહમાં કસ શબ્દ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. કસ વર્ડ્સ એટલે કે ગાળ, અપ શબ્દો, જે કોઈ વ્યક્તિ આવા શબ્દોનો પ્રયોગ કરશો તો તમને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. આપણા દેશમાં મોંઘવારીની જેમ ગાળોનો પણ રાફડો ફાટયો છે. કૂદકે ને ભૂસકે જાણે ૩ ટાઇમ ડોક્ટરની દવા લેતા હોય એમ કારણ વગર માં અને બેન ઉપર ગાળો બોલવામાં આવે છે, આની પાછળનો મતલબ મને નથી સમજાતો આની શોધ કોને કરી હશે??? આ તો એમિક્રોન કરતા પણ ભયંકર રોગ છે જે સમગ્ર દેશમાં જળ મૂળથી ચોંટી ગયો છે. કિમ જોંગ દ્વારા ગાળ બોલનાર વિરુદ્ધ મોતની સજાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો આની સંતુલન માંજ જો કોઈ બિલ, કાયદો આપણા દેશમાં પણ અમલ કરવામાં આવે તો આપણા સહુની વાણી, વર્તન તેમજ રહેણી કરણીમાં બદલાવ મબલક પ્રમાણમાં જોવા મળશે અને માણસ માનસિક શાંતિના અનુભવ સાથે ઘણા સંબંધોને કે જે અપશબ્દો અથવા તો વાણીના ગેરવર્તુણકના કારણે વિખૂટા પડ્યા છે તેને ફરી સાંધવા માટે મદદગાર થશે.
ભાવિક બી. જાટકિયા
સુરત – ૮૪૬૦૮૮૫૯૫૪