પોલીસ અને સુરક્ષા દળો જેવા જ આતંકીઓની નજીક પહોંચ્યા તો આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ
નવી દિલ્હી, તા.૨૪
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોની વચ્ચે અથડામણ થઇ ગઇ છે, જેમાં એક આતંકી ઠાર મરાયો છે. અરવાની વિસ્તારમાં જવાન તૈનાત છે અને આ વિસ્તારને પુરેપુરી રીતે ઘેરી લેવામાં આવ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, પોલીસ અને સુરક્ષા દળો જેવા જ આતંકીઓની નજીક પહોંચ્યા તો આતંકીઓએ ફાયરિંગ કરી દીધુ હતુ, જેમાં જવાબી કાર્યવાહી કરવામાં આવી. વળી આ કાર્યવાહીમાં એક આતંકીને ઠાર કરી દેવાયો હોવાની ખબર છે. પોલીસ અધિકારીએ આ વાતની પુષ્ટી કરી છે કે સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે ફાયરિંગ હજુ પણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકી કાવતરામાં ખુબ ઝડપ આવી છે. આતંકી સતત સામાન્ય લોકોને પોતાના નિશાન બનાવી રહ્યાં છે. વળી, પોલીસના જવાનો પર પણ હુમલો કરી રહ્યાં છે. ગયા બુધવારે કાશ્મીર ઘાટીમાં આતંકી હુમલામાં એક શખ્સનુ મોત થઇ ગયુ હતુ. તે વળી એક અન્ય હુમલામાં પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે જાણકારી આપતા બતાવ્યુ હતુ કે આ ઘટના શ્રીનગરના નવાકદલમાં ઘટી હતી. જ્યાં આતંકીઓ સ્થાનિક લોકોને નિશાન બનાવતા તેમને મોતને ઘાટ ઉતારી દીધા. વળી બીજા હુમલામાં દક્ષિણ કશ્મીરમાં જ્યાં એક એએસઆઇ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા જેની સારવાર હૉસ્પીટલમાં ચાલી રહી છે.