રાજ્ય સરકાર દ્વારા રેશનિંગમાં સામાન્ય લોકોને અપાતી ચીજવસ્તુમાંં સામાન્ય વર્ગના લોકોને પડતી મુશ્કેલીની ફરિયાદો અનેકવાર અગાઉ ઉઠી ચુકી છે આજે પાલીતાણામાં કોંગ્રેસના યુવાનો દ્વારા દરેક વોર્ડમાં માંડવાઓ નાંખીને સામાન્ય લોકોના ઘરઘર સુધી પોહચવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને જેમાં કહી શકાય કે સફળ પણ રહ્યા.. રેશનિંગની ચીજ વસ્તુમાં સામાન્ય વર્ગના લોકોને પડતી મુશ્કેલી અંગે કોંગ્રેસના આઇટી વિભાગ લઘુમતી સેલના યુવાનો દ્વારા દરેક વિસ્તારોમા લોકોના ઘરે – ઘરે જઈને આ અંગેની પડતી મુશ્કેલીના ઉલ્લેખ વિગતો સાથેના ફોર્મ ભર્યા ૨૫૨૦ જેટલી અરજીના ફોર્મ એક જ દિવસમાં એકઠા થયા અને હવે આવતા બે દિવસમાં અનોખો કાર્યક્રમ કરી લોકોની વાત સામાન્ય વર્ગના લોકોની મુશ્કેલીની વાત સરકાર કાન સુધી આ યુવાનો રજુ કરશે આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા ઓમદેવસિંહ તથા આઇ ટી સેલ પ્રમુખ સફીશા પઠાણ તથા રુમીભાઇ શેખ તથા ધારાસભ્યના દીકરા જગદીશ રાઠોડ લઘુમતિ પ્રમુખ મુસ્તફા દુધવાલા ભારે જહેમત ઉઠાવી હતી..