ગુજરાત એસટી મઝદુર મહાસંધનું ૧૦મું અધિવેશનમાં ભાવનગરના કનકસિંહ ગોહિલની પ્રમુખ પદે વરણી કરાઈ

364

ગુજરાત એસ.ટી.મઝદુર મહાસંઘ (BMS)નું ત્રિવાર્ષીક અધિવેશન ડાકોર ખાતે યોજાયું હતું જેમાં આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ મંત્રી સહિતના સભ્યોની વરણી કરવામાં આવી હતી. ગુજરાત એસટી મઝદુર મહાસંધ (બી.એમ.એસ) નું ૧૦મુ ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું હતું જેમાં ભાવનગરના કનકસિંહ ગોહિલને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી,જે ભાવનગરમાં માટે ગૌરવની વાત છે,જેમાં ભાવનગરના છેલ્લા ૮ વર્ષથી વધુ એસટી મજદૂર સંઘના પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા જેમાં RSS નાં પ્રાંત પ્રચારક ચિંતન ભાઈ, વાછાણીભાઈ અને BMS નાં અખિલ ભારતીય અઘિકારીઓ તેમજ એસટી નિગમના સીએલઓને નિગમના સચિવ, કેડી દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. ૧૦માં અધિવેશનમાં આગામી ત્રણ વર્ષ માટે ગુજરાત પ્રદેશ એસટી બી.એમ.એસની નવી ટીમની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે કનકસિંહ જી ગોહિલ (ભાવનગર), કાર્ય. પ્રમુખ તરીકે મહેશભાઈ વેકરીયા (રાજકોટ), મહામંત્રી તરીકે જગદીશ પટેલ (હિંમત નગર), વ.મહામંત્રી તરીકે જે જે. ઝાલા(સેન્ટ્રલ ઓફીસ રાણીપ) પ્રદેશ ઉપપ્રમુખ તરીકે અનિલ નિષાદ (સુરત), મહેન્દ્રસિંહ રાઠોડ (નડિયાદ), વિપુલ વ્યાસ (રાજકોટ), હરપાલસિંહ જાડેજા(જૂનાગઢ), વિનાયક દવે (વડોદરા), મહેશ સોલંકી (પાલનપુર), પ્રદેશ મંત્રી તરીકે રોહીત પટેલ (સેન્ટ્રલ ઓફીસ રાણીપ), અરુણાબેન ડાવરા (રાજકોટ), લોકેશ નાકર (ભુજ), અઘિકારી ભાઈ (મધ્યસ્થ યાંત્રાલય નરોડા, અમદાવાદ), મુકેશ પટેલ (મહેસાણા), સ્થાનિક મ. મંત્રી તરીકે જુગલ શાહ (સેન્ટ્રલ ઓફીસ), સંગઠન મંત્રી તરીકે ઘનશ્યામ ભાઈ (પાલનપુર), કોષાધ્યક્ષ તરીકે વંદિપસિંહ (નડિયાદ) ની નવી ટીમની રચના કરવામાં આવી છે, જેમાં ખાસ ભાવનગર વિભાગના પ્રમુખ કનકસિંહ ગોહિલની વરણી થતા ભાવનગરના એસટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે અને તમામ વિભાગે શુભેચ્છાઓ પાઠવી હતી.

Previous articleભાવનગર-મુંબઇ સ્પાઇસ જેટ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી થઇ
Next articleકહેવાય છે ’ પહેલું સુખ તે જાતે નર્યા ’