“સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ” બોરાલાં ગામે યોજાયો

329

તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ તળાજા તાલુકાના બોરાલા ગામે સ્વ.જેરામભાઈ જસાભાઈ ભંડારી ની પ્રથમ પુણ્યતિથિ તેમજ સ્વ.જસાભાઇ છગનભાઈ ભંડારી ના સ્મરણાર્થે એન.જે.જવેલર્સ (ભંડારી પરિવાર) ભાવનગર ના સૌજન્યથી તળાજા તાલુકાના પ્રાંત અધિકારી સાહેબ શ્રી વિકાસ રાતડા સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયેલ જેમાં ૬૫ બોટલ રક્ત એકત્ર કરીને સર ટી હોસ્પિટલ ભાવનગર ને આપવામાં આવ્યું જેથી જરૂરિયાત મંદ ને ઉપયોગી થઈ શકાય તેમજ જુદા જુદા ૯ વિભાગ ના ૧૯ નિષ્ણાત ડોકટર ની ટીમ મારફત ૪૭૮ દર્દી ની તપાસ અને યોગ્ય માર્ગદર્શન તેમજ ફ્રી દવા આપવાનું ઉમદા કાર્ય કરીને તેમજ આ પુણ્યતિથિ નિમિત્તે શાળા ના બાળકો અને સમસ્ત ગ્રામજનો ને ભોજનનું આયોજન કરેલ,અને સંતવાણી ના કાર્યક્રમમાં આવેલ દાન ની રકમ નીલકંઠ આશ્રમ ,,”કામધેનુ ગૌશાળા” માં આપીને સ્વર્ગસ્થ ને શ્રદ્ધાંજલી આપવાનું નમૂનારૂપ ઉદાહરણ માનવ સમાજ માં પૂરું પાડવામાં આવ્યું.

Previous articleકહેવાય છે ’ પહેલું સુખ તે જાતે નર્યા ’
Next articleઅભિનેત્રી આલિયા માસ્ક નહીં પહેર્યું હોવાથી થઈ ટ્રોલ