મુંબઇ, તા.૨૬
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ ઘણી વખત જાહેરમાં એકસાથે જોવા મળે છે. જેમાં તેઓ રોમેન્ટિક ડિનર ડેટ્સ અને ક્યુટ લંચ કરવા સાથે જતા જોવા મળ્યા છે. હાલમાં જ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયા હતા. ત્યારે રણબીર કપૂર, એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ સાથે ડિનર લઈને બહાર નીકળતો કેમેરામાં કેદ થયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં રણબીર કપૂર રેસ્ટોરન્ટમાંથી ડિનર લઈને બહાર નીકળતો અને આલિયા ભટ્ટને ગાડી સુધી લઈ જતો જોવા મળી રહ્યો છે. રણબીર અને આલિયાના ફેન્સને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જેમાં રણબીર કપૂર ભીડ વચ્ચે આલિયા ભટ્ટનું પ્રોટેક્શન કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયોને લઈને આલિયા ભટ્ટ ટ્રોલ થઈ કારણકે તેણે મોં પર માસ્ક નહોતું પહેર્યું. આ વિડીયોમાં આલિયા ભટ્ટ જાહેરમાં માસ્ક વિના જોવા મળી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો આલિયા ભટ્ટને માસ્ક નહીં પહેરવા બાબતે ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે માસ્ક કેમ નથી પહેર્યું? જ્યારે અન્ય યૂઝરે લખ્યું કે પબ્લિક પ્લેસમાં પણ માસ્ક નથી પહેર્યું? એક યૂઝરે તો એવું લખ્યું કે મેડમજી તમારું માસ્ક ક્યાં છે? સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આગામી વર્ષે ૨૦૨૨માં લગ્ન કરી શકે છે. તેઓ આ વર્ષે ડિસેમ્બર, ૨૦૨૧માં લગ્ન નહીં કરે. કારણકે, એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના આગામી ફિલ્મ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં એકબાજુ એક્ટર રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ’એનિમલ’ના શૂટિંગમાં વ્યસ્ત રહેશે ત્યાં બીજી બાજુ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેની ફિલ્મ ’ગંગુબાઈ કાઠિયાવાડી’નું પ્રમોશન જાન્યુઆરીમાં શરૂ કરશે. અમારા સહયોગી ’ઈટાઈમ્સ’ને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ વર્ષે લગ્ન નહીં કરે. તેઓ આગામી વર્ષે ૨૦૨૨માં લગ્ન કરશે તેના પર લોકોની નજર ટકી રહેલી છે. તેઓ સુપર ડેસ્ટિનેશન વેડિંગ કરે તેવી ખાતરી વ્યક્ત કરાઈ રહી છે.