નૂડલ્સ ફેક્ટરીના બોઈલરમાં બ્લાસ્ટ : ૬ કામદારોના મોત

84

દુર્ઘટનામાં ૧૦ મજૂરો ખરાબ રીતે દાઝ્‌યા હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
મુઝફ્ફરપુર, તા.૨૬
બિહારના મુઝફ્ફરપુરનો ઔદ્યોગિક વિસ્તાર રવિવારે જોરદાર વિસ્ફોટથી હચમચી ગયો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ૬ મજૂરોના ઘટનાસ્થળે જ દર્દનાક રીતે મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. બ્લાસ્ટ નૂડલ્સ અને નાસ્તો બનાવતી ફેક્ટરીમાં થયો હતો. વિસ્ફોટનું કારણ બોઈલરમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. રવિવારે વહેલી સવારે મુઝફ્ફરપુરનો બેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ ૈૈંં જોરદાર ધડાકા સાથે ધ્રૂજી ગયો. નૂડલ્સ અને નાસ્તો બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, કામ દરમિયાન જ અચાનક ફેક્ટરીનું બોઈલર જોરદાર અવાજ સાથે ફાટ્યું. આ દરમિયાન ત્યાં કામ કરી રહેલા ઘણા લોકો આના કારણે દાઝી ગયા હતા. વિસ્ફોટના સમાચાર મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ દરમિયાન એસકેએમસીએચના ડોકટરોની ટીમ પણ એમ્બ્યુલન્સ સાથે ત્યાં પહોંચી હતી. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ૬ મજૂરોના ઘટનાસ્થળે જ દર્દનાક રીતે મોત થયા હતા. ફેક્ટરીની અંદર એવી ભયાનક સ્થિતિ હતી કે કોઈ કામદારનો હાથ તો કોઈનો પગ જ મળ્યો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૬ મજૂરોના મોત થયા છે. જ્યારે ૧૦ મજૂરો ખરાબ રીતે દાઝ્‌યા હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લાસ્ટને કારણે બાજુમાં આવેલ ચૂડા અને લોટની ફેક્ટરીને પણ નુકસાન થયું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બાજુની ફેક્ટરીમાં કામ કરતા બે લોકો પણ ઘાયલ થયા હતા. આ ઘટના સવારે ૧૦ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.
આસપાસના લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે, એવું લાગ્યું જાણે ભૂકંપ આવ્યો છે. પરંતુ ઘરની બહાર આવતા જ તેમની સામે એક દર્દનાક દ્રશ્ય હતું. લોકોને પાછળથી ખબર પડી કે બોઈલર વિસ્ફોટથી ધરતીકંપ જેવો અહેસાસ થયો હતો.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૬૯૮૭ નવા કેસ નોંધાયા
Next articleઓક્સિજનની દૈનિક માંગ વધે તો લાગુ થઈ શકે છે લોકડાઉન