બાળકોના વેક્સીનેશન પર એમ્સ એક્સપર્ટે ઉઠાવ્યા સવાલ

90

એમ્સના સીનિયર વૈજ્ઞાનિક ડો. સંજય કે રાયે કેન્દ્રના આ નિર્ણયને અવૈજ્ઞાનિક જણાવ્યો, વધારે ફાયદો નહીં થાય
નવી દિલ્હી, તા.૨૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બાળકોના વેક્સીનેશનની જાહેરાત કરી હતી. ૩ જાન્યુઆરીથઈ ૧૫-૧૮ વર્ષની ઉંમરના બાળકોનું વેક્સિનેશન શરૂ થઈ જશે. જોકે, એમ્સના સીનિયર વૈજ્ઞાનિક ડો. સંજય કે રાયએ સરકારના આ નિર્ણય સામે સવાલ ઉભા કર્યા છે. તેમણે કેન્દ્રના આ નિર્ણયને ’અવૈજ્ઞાનિક’ જણાવ્યો. સાથે જ એમ પણ કહ્યું કે, તેનથી કોઈ વધારે ફાયદો નહીં થાય.
રાય ઈન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિએશનના પ્રેસિડન્ટ પણ છે. તેમણે કહ્યું કે, સરકારે આ પગલું ઉઠાવતા પહેલા એ દેશોના આંકડાનું વિશ્લેષણ કરવું જોઈતું હતું, જ્યાં પહેલેથી જ વેક્સિનેશન થઈ રહ્યું છે. રાયે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ને ટેગ કરીને એક ટ્‌વીટમાં કહ્યું કે, ’હું પીએમ મોદીનો ઘણો મોટો પ્રશંસક છું. રાષ્ટ્ર માટે તેમની નિસ્વાર્થ સેવા અને યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેવાથી પ્રભાવિત છું. પરંતુ, બાળકોના વેક્સિનેશન પર તેમના અવૈજ્ઞાનિક નિર્ણયથી સંપૂર્ણ રીતે નિરાશ છું.’ તેમણે પોતાના દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરતા કહ્યું કે, કોઈપણ હસ્તક્ષેપનો હેતું હોવો જોઈએ. તેમનો ઉદ્દેશ્ય કોરોના સંક્રમણ કે ગંભીરતા કે મોતને રોકવાનો છે. તેમણે કહ્યું કે, ’પરંતુ રસી વિશે આપણી પાસે જે પણ નોલેજ છે, તે મુજબ, તે ઈન્ફેક્શનને મોટું નુકસાન પહોંચાડવામાં અસમર્થ છે. કેટલાક દેશોમાં લોગ બુસ્ટર શોટ લીધા પછી પણ સંક્રમિત થઈ રહ્યા છે. રાયે જણાવ્યું કે, બ્રિટનમાં દરરોજ ૫૦ હજાર ઈન્ફેક્શનની માહિતી મળી રહી છે. એટલે, એ સાબિત થાય છે કે, વેક્સિનેશન કોરોના સંક્રમણને નથી રોકી રહ્યું, પરંતુ રસી ગંભીરતા અને મોતને રોકવામાં પ્રભાવી છે. તેમણે કહ્યું કે, અતિસંવેદનશીલ વસ્તીમાં કોવિડ-૧૯ના કારણે મૃત્યુ દર લગભગ ૧.૫ ટકા છે. તેનો અર્થ છે કે, પ્રતિ ૧૦ લાખ વસ્તી પર ૧૫,૦૦૦ મોત. રાય મુજબ, વેક્સિનેશનથી આપણે તેમાંથી ૮૦-૯૦ ટકા મોતને રોકી શકીએ છીએ, જેનો અર્થ છે કે, પ્રતિ ૧૦ લાખ (વસ્તી)માં ૧૩,૦૦૦થી ૧૪,૦૦૦ મોતને રોકી શકાય છે. તેમણે કહ્યું કે, વેક્સિનેશન પછી ગંભીર સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી છે. આ આંકડો પ્રતિ દસ લાખ વસ્તીમાં ૧૦થી ૧૫ની વચ્ચે છે. તેમણે કહ્યું કે, બાળકોના મામલે સંક્રમણની ગંભીરતા ઘણી ઓછી છે. પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ આંકડા મુજબ, પ્રતિ ૧૦ લાખ વસ્તીમાં માત્ર બે મોતની માહિતી મળી છે.

Previous articleમોંઘા માસ્કના બદલે સર્જિકલ માસ્કનો ઉપયોગ હાલમાં વધ્યો
Next articleજેસર તાલુકાના અયાવેજ ગામે રૂ.1 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ