યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર સંચાલીત ભાવનગર શહેર જિલ્લાકક્ષાની અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે “યોગાસન તાલીમ શિબિર” અને “યુવક નેતૃત્વ તાલીમ શિબિર” નું આયોજન ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલ, પાનવાડી, ભાવનગર ખાતે કરવામાં આવેલ.
આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ૧૦૫ યુવક-યુવતીઓએ ભાગ લીધેલ. આ શિબિરમાં વક્તા તરીકે શરદભાઈ ઠક્કરની નિમણૂક ગાંધીનગર વડી કચેરીથી કરવામાં આવેલ.
આ શિબિરમાં ભાવનગર શહેરના શિક્ષક ડૉ.મહેશભાઈ દાફડા, અન્ય શાળા/કોલેજના શિક્ષક અને વિદ્યાર્થીઑ તથા કચેરી સ્ટાફ ઉપસ્થિત રહેલ. શિબિરમાં વક્તા દ્વારા શિબિરાર્થીઓના મોટીવેશન માટે યોગાસન અને નેતૃત્વ અંગે વિસ્તાર પૂર્વક વક્તવ્ય અને માગદર્શન આપવામાં આવ્યું હતું.