મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સારંગખેડામાં ઘોડા બજારમાં ચેતક ફેસ્ટીવલ યોજાયું
હાલમાં મહારાષ્ટ્રના નંદુરબારના સારંગખેડામાં ઘોડાઓનો મેળો ચાલી રહ્યો છે. આ મેળો દુનિયામાં વિખ્યાત છે અને તેમાં દર વર્ષે હજારો ઘોડાઓને લઈને તેમના માલિકો આવતા હોય છે. અહીંયા આવતા કેટલાક ઘોડાની કિંમત કરોડો રુપિયામાં બોલાતી હોય છે. સારંગખેડા ઘોડા બજાર સમગ્ર ભારત દેશમા બીજા ક્રમે ગણતરી થાય છે. ઘોડા બજારની ૩૫૦ વર્ષની પરંપરા ચાલી રહી છે. કાઠીયાવાળી અને મારવાડી ઘોડીઓની સુંદરતા સંદર્ભે અનોખી સ્પર્ધા યોજાઈ. આ આયોજિત આ સ્પર્ધામાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં અશ્વપ્રેમીઓ તેમના અશ્વો સાથે આવી પહોંચ્યા હતા. આ સ્પર્ધામાં કાઠિયાવાળી અશ્વ બ્રિજરાજ જે મૂળ સિહોર તાલુકાના બુઢણા ગામના કેસરખાન બલોચના અશ્વ બ્રિજરાજએ સુંદરતા મામલે પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સિહોર ના ટાણા ગામે આજે બપોરે અશ્વપ્રેમીઓ દ્વારા ડીજે. ઢોલ સાથે બ્રિજરાજ અશ્વનું નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ગામના ના ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અશ્વપ્રેમી કેસરખાન બલોચ બુઢણા, અભેશંગભાઈ સોલંકી લવરડા, પ્રતાપસિંહ ચૌહાણ દેવગાણા, ભગીરથસિંહ સોલંકી દેવગાણા, ભગત બુઢણા, હરપાલસિંહ લવરડા સહિતના અશ્વપ્રેમીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.ભાવનગરના બુઢણા ગામના કાઠીયાવાડી ઘોડાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાંચમાં નંબરે આવીને બુઢણા ગામ અને જિલ્લનું ગૌરવ વધાર્યુ છે.