મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગરની વિધાર્થીનીઓએ એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આંતર કોલેજ એથ્લેટીક્સ (ડાયરેક્ટ સિલેકશન)માં વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ એથ્લેટીક્સ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજ નગરમાં અભ્યાસ કરતી વિધાર્થીની કુ. વિલાસ ચૌહાણ ૧૦,૦૦૦ મીટર દોડ માં પ્રથમ, કુ. નીતા કટેસીયા ૫૦૦૦ મીટર દોડમાં પ્રથમ, કુ. પ્રિયા કાક્લોતર ૧૦૦ મીટર દોડ અને લાંબીકુદમાં જ્યારે કુ. શિલ્પા ડાભીએ લાંબી કુદમાં ઇન્ટર યુનિ.નો આંક આપી ઇન્ટર યુનિ. ટીમમાં પસંદગી પામ્યા હતા. ઇન્ટર યુનિ. ટીમમાં પસંદગી પામવા બદલ કોલેજના મે. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.