અરે તમારા ભિતરે છુપાયેલી માનવતા તો જગાડો,સોશિયલ મિડિયાના પ્રભાવથી માણસ નહીં પણ,શ્વાસ લેતા હલનચલન કરતાં મશીનોનો ઉદ્દભવ થયો છે.
સોશિયલ મિડિયામાં પ્રાણીઓ દ્વારા થતું પ્રેરણાત્મક કામની લોકો નોંધ લે છે તેમની પ્રશંસા પણ કરે અમૂક ગરીબ બાળકો અથવા વૃદ્ધાના ટેલેન્ટને લોકો દ્વારા પ્રોત્સાહન પણ મળ્યું છે.પૈસાની સાથે તેમને પ્રસિદ્ધિ પણ મળી છે.
વિડિયો જેવા કે એક્સ્ટ્રા મેરેજિકલ અફેર,કદરૂપા અને સુંદર લોકો વચ્ચેનો ભેદક્ષતો કરી જોક કરતાં વિડીયો…રંગભેદની નીતિ નું પુનરાવર્તન જાણે અજાણે કરાઇ રહ્યું છે.
સ્ત્રીભૃણ હત્યા જેવી કુરીતીને પણ ફેલાવવામાં આવી રહી છે.લોકોને એલર્ટ કરવાનો દાવો કરતાં શો જેવા કે સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલ જેવા શો થી એક માણસ બીજા માણસ પર વિશ્વાસ કરતા અચકાય છે.એક માણસ સતત માનસિક રીતે ડરેલો રહે છે, સોશિયલ મિડિયા મહત્વનો ભાગ ભજવે છે.
ઝુમ એપ્લિકેશન,
ગુગલમીટએપ કોરોના સમયે શિક્ષણ ક્ષેત્રે વરદાનરુપ સાબિત થઈ,પણ આ વરદાનનો સદુપયોગ કરનાર વર્ગ કેટલો?પાંચ ટકા બાકીનો વર્ગ રિલ્સ,ટીકટોકને સોશિયલ મિડિયા ચેટમા વ્યસ્ત.કેમકે ઓનલાઈન શિક્ષણને બાળકોએ કેટલું ગંભીરતાથી લીધું??૨ ટકા વિદ્યાર્થીઓએ બાકીના વિદ્યાર્થીઓએ મોજ કરી પછી કોરોનાકાળ પછી પરિસ્થિતિ એવી થઈ,કે સાત,આઠના બાળકોને એબીસીડી તો છોડો ગુજરાતીનો કક્કો વાંચતા પણ નથી આવતો.એકમ કસોટીમાં પણ વિદ્યાર્થીઓને ટીચરો ક્લાસમાં આન્સર લખાવવા પડતા હોય તો જાણે અજાણે આપણે કયા રસ્તે જઈ રહ્યા છે,ધોરણ દસને બારના વિદ્યાર્થીઓના પણ આ હાલ છે.
કોરોનાકાળ પછીની વિદ્યાર્થીઓની સ્થિતિ જોતા ચિંતામા ડૂબી જવાય છે કે દેશનું ભવિષ્ય ક્યા છે,ભારતનું ભાવી કેવું તૈયાર થશે.
સોશિયલ મિડિયા યુવાનો વર્તમાન પરિસ્થિતિ થી અવગત થાય છે,પણ હું એમ કેવા માગુ છું કે અવગત થયા પછી શું પરિસ્થિતિમાં તો કોઈ સુધારો નથી લોકોના માનસપટ તો એમને એમ રહ્યા કપડાલત્તા સુધર્યા,શિક્ષણ મેળ્યુ વિચારોની પરિસ્થિતિ
તો એમને એમ જ છે આઝાદી પૂર્વે ચાલતા કુરિવાજો…જેવા કે પહેલાં બાળકીને દુધપીતી કરતી અત્યારેમાં સ્ત્રીભૃણ હત્યામાં કન્વટ થઈ છે.દહેજપ્રથા ને છૂટાછેડા ના પ્રમાણ વધ્યા છે.પતિ પત્નીના સબંધો બગાડવામા પણ સોશિયલ મિડિયા મહત્વની ભૂમિકા ભજવે છે.સાસુ વહુના સબંધો બગાડવામા પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
આપણે વાતકરીએ તો આજકાલના આંદોલનો’ની તો આ આંદોલનો સોશિયલ મિડિયા પર મનોરંજન માટેના વિડિયો જેવા બની ગયા છે.પણ આંદોલનો કરી કરી તળિયા ઘસાઈ ગયા પૈસા અને સમયનો પણ બગાડ થયો,પણ વર્તમાન પરિસ્થિતિ કંઈ બદલાઈ!!!નહીં ને જેસે થે…ખાલી ખાલી વાહિયાત પબ્લીસીટી કાતો નેતાઓ માટે મનોરંજન બની
બનીને રહી ગયા છે આજકાલના આંદોલનો,
નિર્ભયાને ન્યાય મળ્યો પણ આ રેપના કેસ બંદ થયા છે!નથી પણ રેપના કેસમાં વધારો થઈ રહ્યો છે.નાની બાળકીઓના પણ રેપ કેસ સામે આવ્યા છે.ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોનું આંદોલન ચાલ્યું,તેમા સંતોષકારક સુધારા હજી પણ નહીં થયા..
પરિસ્થિતિમાં કંઈ સુધારો નથી થયો….
સોશિયલ મિડિયા ફેન ફોલોઅર્સની સાથે ઇન્કમ કમાવવાનો ઓપ્શન પૂરો પાડે છે.નવા નવા કલાકારોને પ્લેટફોર્મ પૂરુ પાડે છે જે સ્વીકાર કરે જ છૂટકો,લેખક અને વાચક વચ્ચે,રાજનેતા અને આમ જનતાનું કોમ્યુનિકેશન કે જ્યાં સુધી તમે સોશિયલ મિડિયા સતત એકટીવ રહો ત્યાં સુધી,જે દિવસથી તમે એક્ટીવ થવાનું ચૂકી ગયા અને આઈડી હેક કે બ્લોક થઈ ગઈ હોય તો તમે છો માંથી હતા થઈ જાવ છો..ૃ
.જેમાંથી તમારે પોતાની ઈમેજ બનાવતા બનાવતા ઉંમર વિતી જાય છે.આ કડવી હકીકત પણ સ્વીકારવી જ રહી.સોશિયલ મિડિયામા આપણાંથી બોલાયેલા શબ્દોને હકારાત્મક અને નકારાત્મક રીતે ટ્રોલ થતાં હોઈએ છીએ,કોઈએ ખુબ કહ્યું છે કે”કમાનમાંથી છૂટેલુ તીર અને બોલાયેલા શબ્દો ક્યારેય પાછા નથી આવતાં,બોલાયેલા શબ્દો આપણા માલિક છે,ન બોલાયેલા શબ્દો આપણા ગુલામ છે,સોશિયલ મિડિયા પર તમે ક્યારેય પહેરવેશ,વર્તણૂક અને શબ્દો થકી ટ્રોલ થઈ જાવ છો,એનો અંદાજ લગાડવો પણ મુશ્કેલ થઈ જાય છે.
સોશિયલ મિડિયા દુનિયામાં બનતી ઘટનાઓથી અવગત કરે છે,દરેક સમસ્યાનો હલ તમને ગુગલ પરથી મળી જાય છે,પણ કોઈ પણ બાબત અતિશયોક્તિનું સ્વરૂપ લે છે ત્યારે નુકશાન કરે છે,તેમ સોશિયલ મિડિયાનો અતિશય ઉપયોગ કરવો પણ નુક્શાનકર્તા છે.માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ પણ સાવધાની રાખીને કરવો.
સોશિયલ મિડિયામા અમૂક વિડિયો એવા મસ્ત આવે છે,જેમાંથી પ્રેરણા મળી રહે,જીવનધોરણ,
આચાર વિચારો માણસના બદલાઈ જાય,જેવી કે દંગલ ફિલ્મ,મેરીકોમ,તારે જમી પર જેવી ફિલ્મો એ લોકોને પોતાના ગોલ પ્રત્યે મોટિવેશન પુરુ પાડ્યું છે,શરીરમાં રહેલી કમજોરીને તાકાત બનાવવાનુ પ્રેરણાબળ પુરુ પાડ્યું છે.પણ અમૂક વેબસિરિઝ અને ફિલ્મ લોકો કૂમણા અને સંવેદનશીલ માનસ પર ઘાતક અસર કરી છે.જેવી કે આશ્રમ,મિર્ઝાપુર,તાંડવ,