ગુરુગ્રામ, બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, પૂણે જેવા શહેરોમા 5G પહેલા લોન્ચ કરાશે
નવી દિલ્હી,તા.૨૭
ભારતમાં ૫જીની ટ્રાયલ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે અને મે ૨૦૨૨ સુધી દેશમાં ૫જીની ટ્રાયલ ચાલશે. ૫જી ની કોમર્શિયલ લોન્ચિંગને લઈને સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો છે પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાકીય નિવેદન આપવામાં આવ્યુ નથી. હવે દૂરસંચાર વિભાગે કહ્યુ કે મેટ્રો અને મોટા શહેરોમાં ૫જી પહેલા લોન્ચ કરવામાં આવશે. દૂરસંચાર વિભાગ તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ગુરુગ્રામ, બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ અને પૂણે જેવા મોટા શહેરોમાં ૫જી પહેલા લોન્ચ કરવામાં આવશે અને આ લોન્ચિંગ ટ્રાયલ પર નથી, પરંતુ કમર્શિયલ તબક્કે હશે. આ શહેરો પહેલેથી જ વોડાફોન આઈડિયા, જિયો અને એરટેલ પોતાના ૫જી નેટવર્કની ટ્રાયલ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર ૫જીના નવા સ્પેક્ટ્રમની નીલામી માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં થશે અને તે બાદ ૫જી નેટવર્કને લોન્ચ કરવામાં આવશે, જોકે સ્પેકટ્રમની કિંમતને લઈને કોઈ નિવેદન સામે આવ્યુ નથી. સ્પેક્ટ્રમની કિંમત વધારે હશે તો ૫જી ના પ્લાન પણ મોંઘા હશે.ઘણી મોંઘી છે કે નહીં, આની પર ચર્ચા થઈ છે. મને લાગે છે કે આ સુનિશ્ચિત કરવા માટે કેટલીક બાબત કરવામાં આવી શકે છે કે ભારતીય લોકો માટે કવરેજ બનાવવા માટે રૂપિયા છે, એરિક્સનમાં એશિયા પેસિફિકના મુખ્ય ટેકનોલોજી અધિકારી મેગ્નસ ઈવરબ્રિંગે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ. ભારતીય બજારમાં છેલ્લા બે વર્ષમાં લગભગ ૧૦૦ કરતા વધારે ૫જી સ્માર્ટફોન લોન્ચ થયા છે. આ સિવાય અન્ય ૫જી ડિવાઈસ પણ બજારમાં છે. હવે બસ ૫જીની લોન્ચિંગની રાહ જોવાઈ રહી છે. સ્માર્ટફોન નિર્માતા કંપનીઓએ હવે લગભગ ૪જી ફોનને લોન્ચ કરવા જ બંધ કરી દીધા છે.