ભાવનગરમાં ‘યુવા મિત્ર’ અંતર્ગત યુવાનોને ભાજપમાં જોડવાના અભિયાનનો પ્રારંભ કરાયો

96

યુવા ભાજપના પ્રદેશમંત્રી સહિતના હોદ્દેદારોએ ભાવનગર શહેર-જિલ્લા ની મુલાકાત લઈ યુવા કેમ્પેઈન માટે પ્રોત્સાહિત કર્યાં
સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપમાં યુવાનોને મોટી સંખ્યામાં જોડવા 25 ડીસેમ્બર થી 12 જાન્યુઆરી સુધી “યુવા મિત્ર” અભિયાનનો પ્રારંભ કર્યો છે જે અંતર્ગત ગુજરાત યુવા ભાજપના મંત્રી તથા હોદ્દેદારો ભાવનગર શહેર-જિલ્લા ની મુલાકાતે આવ્યા હતા અને યુવા કાર્યકરોને સાથે રાખી વધુ ને વધુ યુવાનોને ભાજપમાં જોડવા આહ્વાન કર્યું હતું. ભાજપ દ્વારા હાલમાં “યુવા મિત્ર” અંતર્ગત એક અભિયાન શરૂ કર્યું છે જેમાં 25 ડીસેમ્બર થી 12 જાન્યુઆરી યુવાદિન સુધી આ અભિયાનમાં વધુ ને વધુ યુવાનો ભાજપમાં જોડાઈ જાય એ માટે પ્રત્યેક રાજ્યમાં યુવા ભાજપના પ્રમુખો મહામંત્રી ઓને સુચના સાથે કામગીરી શરૂ કરવા સુચનાઓ આપી હોય જે અંતર્ગત તાજેતરમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ મંત્રી ડો નરેશ દેસાઈ તથા ટીમના હોદ્દેદારો ભાવનગરના પ્રવાસે આવ્યાં હતાં. જયાં શહેર-જિલ્લા યુવા મોરચાના પ્રમુખો મહામંત્રીઓ સાથે યુવા કાર્યકરોને મળી યુવા કેમ્પેઈન ને આગળ વધારવા સાથે યુવા ટીમની ફોજ તૈયાર કરવા આહ્વાન કર્યું હતું. 25 ડીસેમ્બર થી 12 જાન્યુઆરી દરમ્યાન અલગ અલગ દિવસોમાં ખાસ કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવ્યું છે આ અભિયાન ના અંતિમ દિવસે એટલે કે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ ની જન્મજયંતિ “યુવાદિન” ના દિવસે યુવા જોડો કેમ્પેઈન નું સમાપન યોજાશે એ દિવસે કોલેજોમાં અભ્યાસ કરતાં યુવાનોને યુવા ભાજપના સભ્યો મળી ભાજપમાં જોડવા હાંકલ કરાશે.

Previous article5G સેવા પહેલાં મેટ્રો અને મોટા શહેરોમાં લોન્ચ કરાશે
Next articleભાવનગર જિલ્લા પેન્શનર સમાજની સભામાં સમૂહ પ્રાર્થના, શ્રદ્ધાંજલિ અને 75 વર્ષીય વડીલોનું સન્માન કરાયું