પાલિતાણા જેલ ખાતે કેદીઓ માટે ગરબા યોજાયા

895
bvn2582017-7.jpg

હાલમાં રાજયભરમાં નવલા નોરતા ચાલી રહ્યા છે અને ખેલૈયાઓ ખેલી રહ્યા છે. આમ પાલિતાણાની જેલમાં પણ પાલિતાણા તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર રવિવારે પી.એલ.વી. નાથાભાઈ ચાવડા દ્વારા મારી જેલ મારી શાળા નવતર પ્રયોગ અંતર્ગત કેદીઓના જીવનમાં પરિવર્તન આવે તે માટે એક આદર્શ નૈતિક પ્રયત્નો કરવામાં આવે છે. જે અંતર્ગત જેલમાં ગરબાનું આયોજન કર્યુ અને જેલમાં આવેલ ખોડિયાર માંના મંદિરે તમામ કેદીઓએ ઉપાસના કરી માંની સ્તૃતિ ગાઈ અને આશીર્વાદ લીધા હતાં અને ખુબ જ આનંદ ઉલ્લાસથી ગરબા રમી અને આનંદ મેળવ્યો હતો. આ ગરબા મહોત્સવને સફળ બનાવવા પ્રિન્સીપાલ સિવિલ જજ વિજયકુમાર બારોટ માર્ગદર્શન આપ્યું હતું. સાથો સાથ એચ.એન. મહેતાએ પણ માર્ગદર્શન આપ્યું હતું. અને પી.એલ.વી. હિંમતભાઈ તથા પ્રકાશભાઈએ નાથાભાઈ ચાવડાને સહકાર આપી અને ગરબા ઉત્સવને સફળ બનાવ્યો હતો. અને મુખ્ય મહેમાન રમેશભાઈ મારૂ જેઓ કલાના ટ્રેનર તરીકે પણ ઉપસ્થિત રહ્યા હતાં. 

Previous articleપાલીતાણામાં રેશનિંગ ચીજવસ્તુઓની તકલીફને લઈ કોંગ્રેસ આગળ આવ્યું
Next articleપ્રજાપતિ સમાજનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો