ભાવનગર જિલ્લા પેન્શનર સમાજની સભામાં સમૂહ પ્રાર્થના, શ્રદ્ધાંજલિ અને 75 વર્ષીય વડીલોનું સન્માન કરાયું

102

ભીડભંજન મહાદેવ મંદિર સામે આવેલ રામવાડી ખાતે 28મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
શહેરના રામવાડી ખાતે ભાવનગર જિલ્લા પેન્શનર સમાજની 28 મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં નવી વરણી, સમુહ પ્રાર્થના, શ્રદ્ધાંજલિ, માન્ય મહેમાનોનું સ્વાગત તથા 75 વર્ષીય વડીલોઓનું સન્માન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે મુખ્ય મહેમાન અવિનાશ બુચ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું, જયારે અધ્યક્ષ શિવપ્રસાદ જોષી, તથા પ્રમુખ પરબતભાઇ પટેલએ ઉદબોધન કર્યું હતું. ભાવનગર જિલ્લા પેન્શનર સમાજની કારોબારી કમિટી માટે ત્રણ વર્ષ માટે ચૂંટાયેલ નવા સભ્યોની વરણી કરવામાં આવી હતી. જેમાં તુલશીભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, બીપીનભાઈ પટેલ, અમુભાઈ પાઠક, ઝવેરભાઈ ભટ્ટી, હિમાક્ષુભાઈ જોશી, સુલ્તાનાબેન કાઝી, રમેશભાઈ ડાભી, કિશોરભાઈ ઓઝા, જીતેન્દ્રભાઈ જોશી, પી.એન.મહેતા સહિતના નવા સભ્યો નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પેન્શનર સમાજની વાર્ષિક સાધારણ સભામાં 26મી સામાન્ય સભામાં કરવામાં આવેલી કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી, સાથે નાણાકીય વર્ષ 2019-20 તથા 2020-21ના ઓડિટ, એકાઉન્ટસની રજૂઆત અને બહાલી આપવામાં આવી હતી. આ પ્રસંગે પરબતભાઈ પટેલ, તુલસીભાઇ પટેલ, બીપીનભાઈ પટેલ, અમુભાઈ પાઠક, ઝવેરભાઈ પટેલ તથા કિરીટભાઈ પટેલ તથા જીલ્લા પેંશનર સમાજના ભાઈઓ-બહેનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગરમાં ‘યુવા મિત્ર’ અંતર્ગત યુવાનોને ભાજપમાં જોડવાના અભિયાનનો પ્રારંભ કરાયો
Next articleભાવનગરમાં શહેર-જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, બાગાયતી તથા રોકડીયા પાકોને ભારે નુકસાનની શક્યતા