આયુષ અને મહિલા તથા બાળ વિકાસ રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ ચુડા રેલ્વે સ્ટેશનથી પેસેન્જર સુવિધાઓનું ઉદ્‌ઘાટન કર્યું

114

તા. ૨૮મી ડિસેમ્બર, ૨૦૨૧ (મંગળવાર) ના રોજ ચુડા રેલ્વે સ્ટેશન પર લોકાર્પણ સમારોહ આયોજિત કરવામાં આવ્યો. ચુડા, લિંબડી અને વઢવાણ સિટી સ્ટેશનોં પર યાત્રિયોની સુવિધા માટે નવનિર્મિત બીજા હાઈ લેવલ પ્લેટફોર્મ અને બૈઠક વ્યવસ્થા સાથે ૧૬મી. ઠ ૭ મી. ના કવરશેડ તથા કુંડલી સ્ટેશન પર નવનિર્મિત બીજા હાઈ લેવલ પ્લેટફાર્મ નું લોકાર્પણ ડો. શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, માનનીય રાજ્ય મંત્રી આયુષ અને મહિલા તથા બાળ વિકાસ મંત્રી, ભારત સરકારના શુભહસ્તે કરવા માં આવ્યું. માનનીય મંત્રીએ ચુડા અને ભાવનગર ડિવિઝનના સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ બધા સ્ટેશનોં પર થઈ રહેલા વિકાસ કાર્યો અંગે સંતોષ વ્યક્ત કર્યો. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી મનોજ ગોયલ સહિત ડિવિઝનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ તથા ચુડાની જાહેર જનતા અને મીડિયા કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleકંસારા નાળા શુદ્ધીકરણ પ્રોજેક્ટના વિસ્થાપિતો દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
Next articleભાવનગર જિલ્લામાં આજે બે કોરોનાનો કેસ નોંધાયો