ભાવનગર જિલ્લામાં આજે બે કોરોનાનો કેસ નોંધાયો

105

ગ્રામ્ય ગઈકાલે જ કોરોનામુક્ત થયું હતું ફરી પાછો એક કેસ નોંધાયો
ભાવનગરમાં સતત છઠ્ઠા દિવસે આજે નવો બે કોરોનાનો કેસ નોંધાયો હતો, જેમાં શહેરમાં એક સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં એક સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હજી ગઈકાલે જ ભાવનગર ગ્રામ્ય કોરોનાનો મુક્ત થયું હતું જ્યારે આજે ફરી પાછો એક કેસ નોંધાયો હતો, આમ શહેરમાં દર્દી ની સંખ્યામાં વધીને ૭ પર પોહચી છે જ્યારે ગ્રામ્યમાં એક દર્દી મળી કુલ ૮ પર પોહચી છે, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૨૧ કેસ પૈકી હાલ ૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયા છે.

Previous articleઆયુષ અને મહિલા તથા બાળ વિકાસ રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ ચુડા રેલ્વે સ્ટેશનથી પેસેન્જર સુવિધાઓનું ઉદ્‌ઘાટન કર્યું
Next articleભાવનગર ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો