રાજ્યપાલ એવોર્ડ માટેની કસોટી પુર્ણ કરતા ભાવનગરનાં સ્કાઉટ-ગાઈડ અને રોવર-રેન્જર

130

“ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા લેવાતી રાજ્યપાલ એવોર્ડ કસોટી તા.૨૫-૨૬ ડીસેમ્બર બે દિવસ ભાવનગર સેન્ટર ફોર એકસલન્ટ ખાતે યોજવામાં આવેલ ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ સાથે જોડાયેલ જુદી જુદી દસ શાળાના સ્કાઉટ-ગાઈડ તેમજ વીવેકાનંદ રોવર કૃ ના રોવર્સ દ્વારા બે દિવસ દરમ્યાન કુકીંગ, સાયકલીંગ, બુક બાઈન્ડર, પાયોનરીંગ, હાઈકીંગ,કમ્પયુટર અવેરનેસ, સોલાર એનર્જી, ન્યુટ્રીશીયન એજ્યુકેટર, સેનીટેશન-પ્રમોટર, એમ્બ્યુલન્સ મેન જેવા પ્રાવીણ્ય ચંન્દ્રકોની કસોટી આપી તેમજ ગાંઠો, નાડણ, ફસ્ટેઈડ, ગેઝેટનું પ્રેકટીકલ કામ પણ કર્યુ હતું રાજ્યના પ્રતિનીધી રણછોડભાઈ પટેલ દ્વારા ભાવનગરમાં ચાલતા સ્કાઉટીંગ પ્રવૃતિની પ્રસંશા કરવામાં આવેલ અને રાજ્યકક્ષાએ જ નહી પણ રાષ્ટ્રીય કાક્ષાએ અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ ભાવનગરમાં ચાલતી પ્રવૃતિ પ્રસંશનીય છે તેની વાત કરેલ. કેમ્પ દરમ્યાન દર્શનાબેન ભટ્ટ, અજયભાઈ ભટ્ટ, રમેશભાઈ પરમાર, યશપાલ વ્યાસ, સુહાના ચૌહાણ, શોભીત ભટ્ટ તેમજ રાષ્ટ્રપતિ સ્કાઉટ અને રોવર્સનો ખુબ જ સુંદર સહયોગ મળ્યો હતો.

Previous articleવીર સાવરકર પ્રા. શા. નં.૮માં ફીટ ઈન્ડિયા અંતર્ગત બાળકો માટે રમતોત્સવ યોજાયો
Next articleતળાજા તાલુકાના ઠળિયા ગામે”સદગુરુ સ્કૂલમાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો”