તળાજા તાલુકાના ઠળિયા ગામે”સદગુરુ સ્કૂલમાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો”

285

ભારતની હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા હિન્દુ ધર્મના જુદા જુદા દેવો જેમા મહાદેવ, ગણેશ, બળદેવ, કૃષ્ણ ભગવાન, રામ-લક્ષ્મણ, હનુમાન દાદા, રામાપિર તથા જુદી જુદી દેવીઓમા ખોડીયાર માં, અંબા માં, બહુચરાજી માં, મહાકાળી માં, સીતા માતા વગેરે દેવી-દેવતાઓના પાત્રો વિદ્યાર્થીઓએ પહેરીને ધર્મની ઝાંખી કરાવી હતી. જેમાં દરેક દેવોના બેસણા તેમના પરચાઓ તેમજ જુદા જુદા દેવોના સૃષ્ટી પરના કાર્યો જેમાં રાક્ષસોનો વધ, અધર્મીઓનો વધ પાપીઓ ને સજા વગેરે વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાના બાળકો ઘણા બધા જોડાણા હતા દરેકને કાર્યક્રમના અંતે ઈનામ આપી ને શાળા સંચાલકશ્રી ભરતભાઈ ટાઢાએ પ્રોત્સાહિત કર્યા હતા.

Previous articleરાજ્યપાલ એવોર્ડ માટેની કસોટી પુર્ણ કરતા ભાવનગરનાં સ્કાઉટ-ગાઈડ અને રોવર-રેન્જર
Next articleપરિણીતી ચોપરા કન્ટેસ્ટન્ટની આપવીતી સાંભળીને રડી પડી