ભાવનગર શહેરના એરપોર્ટ કોલોની પાસે રહેતા જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું

102

CISF યુનિટ ASG ભાવનગર દ્વારા ૧૦૦થી વધુ ધાબળા અપાયા
શિયાળાની કડકડતી ઠંડીમાં ભાવનગર શહેરના એરપોર્ટ કોલોની પાસે રહેતા બહાર કે ફૂટપાથ પર જરૂરિયાતમંદ વ્યક્તિઓના પરિવારજનોને આજે CISF યુનિટ ASG દ્વારા ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. CISF યુનિટ ASG દ્વારા એરપોર્ટ નજીકના રસ્તાઓ પર રહેતા તથા જારીયાતમંદ લોકોને શિયાળાની કાતિલ ઠંડીથી બચવા માટે યુનિટના એસઆઈ ભૂતપૂર્વ અર્જુન સિંહના વરદ હસ્તે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, ૧૦૦થી વધુ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યુનિટ દ્વારા દરવર્ષે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. છેલ્લા ઘણાં સમયથી એરપોર્ટ CISF યુનિટ ASG દ્વારા જરૂરિયાત મંદ લોકોમાં ધાબળાનું વિતરણ કરે છે. આ પ્રસંગે CISF યુનિટ ASG ના એસઆઈ ભૂતપૂર્વ અર્જુન સિંહ, આસીસ્ટન્ટ કમાંડેન્ટ એમ.કે.ઝા, ઇન્સ્પેક્ટર એન. કૃપાનંદન, ઇન્સ્પેક્ટર અતુલ કુમાર, સબ ઇન્સ્પેક્ટર કે કે શર્મા, સબ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ સહિતના સાથી જવાનોએ વિતરણ કાર્યમાં જોડાયા હતા.

Previous articleભાવનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આમરણાંત ઉપવાસના સાતમાં દિવસે બાળાઓના હસ્તે જ્યુસ પી પારણાં કર્યા
Next articleભાવનગર જિલ્લામાં આજે ૫ કોરોનાનો કેસ નોંધાતા ફફડાટ