ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે એસ.ટી.ના સ્ટાફ ક્વાર્ટર

410

ભાવનગર એસ.ટી વિભાગીય કચેરી પાછળ આવેલ સ્ટાફ ક્વાર્ટરના બિલ્ડીંગોની હાલત જર્જરીત થઇ જવા પામી છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય શકે તેમ છે આથી સત્વરે આ બિલ્ડિંગો ઉતારી લેવા જરૂરી બન્યા છે થોડા સમય પહેલાં જ શહેરના ભાદેવાની શેરી ખાતે એક મકાન ધરાશાયી થતાં એક મહિલાનું દબાઈ જતા મોત થયું હતું ત્યારબાદ મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરિત રહેલા મકાનો અને બિલ્ડિંગો રીપેરીંગ કરવા અથવા ઉતારી લેવા નોટિસો અપાઇ હતી જોકે શહેરની મધ્યમાં ઘોઘાગેટ ખાતે મહાપાલિકાએ બનાવેલ શોપિંગ સેન્ટરની હાલત પણ જર્જરિત થઇ જવા પામી છે આ ઉપરાંત થોડા સમય પૂર્વે બહુમાળી ભવનમાં પણ શિક્ષણાધિકારી કચેરીના નીચેના ભાગે છતમાંથી પ્લાસ્ટરનો પોપડો ધરાશાયી થયો હતો

જ્યારે અનેક સરકારી કચેરીઓની હાલત જર્જરીત થઈ જવા પામી છે જેમાં એસ.ટી સ્ટાફ ક્વાટરનો પણ સમાવેશ થાય છે એસટીની વિભાગીય કચેરી પાછળ આવેલા સ્ટાફ ક્વાર્ટરમા ક્લાસ વન, ટુ અને થ્રી મળી કુલ સાત બિલ્ડિંગો આવેલા છે જેમાં એકની હાલત અત્યંત જર્જરિત હોય તેને ખાલી કરાવી દેવામાં આવ્યું છે જ્યારે અન્ય છ બિલ્ડિંગોમાં કર્મચારીઓ હાલ વસવાટ કરે છે પરંતુ તેઓ પણ ભંયના ઓથાર હેઠળ રહેતા હોય આ બિલ્ડિંગો મોટી જાનહાનિ સર્જાય તે પૂર્વે ખાલી કરી ઉતારી લેવા જોઈએ જો કે આ અંગે એસ.ટી.ના અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે હાલમાં એસટી બસ સ્ટેન્ડનુ કામ ચાલુ છે તે પૂર્ણ થયા બાદ સ્ટાફ ક્વાર્ટર નવા બનાવવા અંગેની પ્રપોઝલ મૂકવામાં આવી છે અને મંજુર થયે તમામ ક્વાર્ટર નવા બનાવવામાં આવશે.

Previous articleસરકારી વિનયન કોલેજ ભેંસાણ મુકામે સપ્તઘારા પ્રકલ્પ અંતગૅત યોગનું આયોજન કરાયુ
Next articleહઝરત વલીપીરબાપુનો ઉજવાયો ઉર્ષ શરીફ