ભાવનગર નજીકના વાળુકડથી મોટા ખોખરાવાળા રોડ ઉપર જતા વાડી વિસ્તારમાં આવેલા હઝરત રોશન ઝમીર વલીપીરબાપુનો બે – દ્વિસીય ઉર્ષશરીફ ઉજવાયો હતો. આ પ્રસંગે દરગાહ શરીફ માં મીલાદ શરીફ, સંદલ શરીફ, સલાતો સલામ, સામુહિક દુવા, ન્યાઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લીમ શ્રધ્ધાળુ લોકો ઉપસ્થિત રહયા હતા.