ટીના દત્તાનો બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ અંદાજ દેખાયો

88

મુંબઇ,તા.૨૯
ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી ટીના દત્તાની ઘણી બધી ફેન ફોલોઇંગ છે. તેને સૌથી વધારે ઓળખ સિરીયલ ઉત્તરને અપાવી છે. આ સિરીચલમાં તેણે ‘ઇચ્છા’નો લીડ રોલ ભજવ્યો હતો. સોશિયલ મીડિયા પર ટીના દત્તા ઘણી એક્ટિવ રહે છે અને તસવીર શેર કરે છે. ટીના દત્તાએ ઇંસ્ટાગ્રામ પર પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે ઘણી સુંદર જોવા મળી રહી છે. ટીના દત્તાએ આ ફોટોશૂટમાં બ્લેક એન્ડ વાઇટ ગાઉન પહેર્યું છે. પોની અને લાઇટ મેકઅપ સાથે ટીના દત્તાએ પોતાના લુકને કંપ્લીટ કર્યો છે. ટીના દત્તા બંગાળી સિરીયલ પિતા માતા સંતાનમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી. ટીના દત્તા પહેલા પણ સિરીયલ અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેણે બોલિવૂડની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ટીવી સિરીયલમાં ટીના દત્તાએ ૨૦૦૯માં શરૂઆત કરી હતી. તેણે ઉત્તરનમાં ઇચ્છાનો લીડ રોલ પ્લે કર્યો હતો. ઉત્તરનથી ટીનાને ઘર-ઘરમાં ઓળખ મળી હતી. આ સિરીયલમાં તેણે અને રશ્મિ દેસાઇએ લીડ રોલ પ્લે કર્યો હતો.
ટીના દત્તા પોતાના બોલ્ડ અવતારને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તેણે ઘણી વખત પહેલા પણ બોલ્ડ તસવીર શેર કરી છે. જેના કારણે તે વિવાદમાં પણ સપડાઇ છે. ટીના દત્તા આ નવા ફોટોશૂટમાં ઘણી આકર્ષક લાગી રહી છે. તેની આ તસવીરોને પ્રશંસકો ઘણી પસંદ કરી રહ્યા છે. ટીના ઘણી સિરીયલો અને રિયાલિટી શો માં ભાગ લઇ ચૂકી છે. તેના પ્રશંસકો હવે તેના આગામી પ્રોજેક્ટને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Previous articleહઝરત વલીપીરબાપુનો ઉજવાયો ઉર્ષ શરીફ
Next articleરિષભ પંત ૧૦૦ વિકેટ ઝડપનાર સૌથી ઝડપી ભારતીય વિકેટકીપર બની ગયો