રિષભ પંત ૧૦૦ વિકેટ ઝડપનાર સૌથી ઝડપી ભારતીય વિકેટકીપર બની ગયો

108

સેન્ચુરિયન,તા.૨૯
ભારતીય વિકેટકીપર ઋષભ પંતે સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ્‌સ પાર્કમાં દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ઋષભ પંત વિકેટની પાછળ ૧૦૦ વિકેટ ઝડપનાર સૌથી ઝડપી ભારતીય વિકેટકીપર બની ગયો હતો કે તે મોહમ્મદ શમીની બોલ પર દક્ષિણ આફ્રિકાના ટેમ્બા બાવુમાના હાથે કેચ આઉટ થયો હતો. આ પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે હતો.વિકેટકીપર રિષભ પંતે ૨૬મી ટેસ્ટમાં આ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે ધોનીએ ૩૬ ટેસ્ટમાં પોતાના ૧૦૦ શિકાર પૂરા કર્યા છે. હવે પંત સૌથી ઝડપી ૧૦૦ શિકાર કરનાર ભારતીય વિકેટકીપર બની ગયો છે. પંતે વિકેટ પાછળ ૯૨ કેચ અને ૮ સ્ટમ્પિંગ કર્યા છે.મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની ૯૦ ટેસ્ટ લાંબી કારકિર્દીમાં ૨૯૪ શિકાર કર્યા છે. ધોનીના નામે ટેસ્ટ ક્રિકેટમાં ૨૫૬ કેચ અને ૩૮ સ્ટમ્પિંગ સામેલ છે. સાઉથ આફ્રિકા સિરીઝની શરૂઆત પહેલા પંતને ધોનીથી આગળ થવા માટે માત્ર ૩ શિકારની જરૂર હતી.અત્યાર સુધીમાં માત્ર ૬ ભારતીય વિકેટકીપર ૧૦૦ શિકાર પૂરા કરી શક્યા છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની (૨૯૨), સૈયદ કિરમાણી (૧૯૮), કિરણ મોરે (૧૩૦), નયન મોંગિયા (૧૦૭), રિદ્ધિમાન સાહા (૧૦૪) અને ઋષભ પંત (૧૦૦) આમાં સામેલ થનાર છઠ્ઠો ભારતીય વિકેટકીપર બન્યો છે. એડમ ગિલક્રિસ્ટ અને ક્વિન્ટન ડી કોક સંયુક્ત રીતે વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦ રનનો વિકેટકીપિંગ રેકોર્ડ ધરાવે છે. બંનેએ પોતાની ૨૨મી ટેસ્ટમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. જોકે ડી કોક ઈનિંગ્સમાં ગિલક્રિસ્ટ કરતા આગળ હતો, ડી કોકે ૩૯મી ઈનિંગમાં ૧૦૦ અને એડમ ગિલક્રિસ્ટે ૪૩ ઈનિંગમાં ૧૦૦ વિકેટ લીધી હતી.

Previous articleટીના દત્તાનો બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ અંદાજ દેખાયો
Next articleઓમાઈક્રોનની આફત ટળી જશે તો…