ના તો આ લગ્ન અને સેનિટાઇઝરનું પ્રમોશન છે કે ના એની જાહેરાત આ તો હંમેશા બીજાથી અલગ કરનાર આપણા ગુજરાતી દ્વારા રચવામાં આવેલી કૃતિને હું મારા શબ્દોમાં આપની સમક્ષ રજુ કરું છું. જેમ દરેક પ્રસંગે અલગ અલગ ગીતો ગવાતા હોય એમ લગ્ન સમયે ગવાય એને લગ્ન ગીત કેહવાય છે. લગ્ન ગીતની ધૂન અત્યારે ટૂંકી થઈ ગઈ બાકી પેહલાના જમાનામાં તો, લગ્નગીત પણ કલાકો સુધી ચાલતા. ઉદા. જેવા કે પેહલું પેલું મંગળ્યું ,નાણાવટીને સાજન બેઠો માંડવે, હજી એક, કંકુ છાંટી કંકોતરી મોકલો. હવે હું તમને આનું લેટેસ્ટ વર્ઝન આપુ જૂના ગીતમાં હતું ૧લી કંકોતરી કાકા અને ફૈબાને મોકલો એટલે વડીલો ભત્રીજાને હોંશે હોંશે પરણાવશે, નવા ગીતમાં સાંભળો, સેનિટાઇઝર છાંટી કંકોતરી મોકલો, એમાં રાખજો માસ્ક અને ડિસ્ટન્સનું ધ્યાન, પોલીસ મેમો ફાડશે. ૧લી કંકોતરી પોલીસ મથકે મોકલો, ૧લી કંકોતરી કલેટરને મોકલો, એમાં લખજો ૧૦૦-૧૫૦ જાનૈયાના નામ પોલીસ બધું ચેક કરશે. હા,હા,હા, આપણે શુભ પ્રસંગ હોય ત્યારે પોલીસ મથકેથી દુર રહીએ અને અત્યારે લગ્ન પણ પોલીસને પૂછ્યા વગર નથી થતા. હાલો હવે બીજા રાઉન્ડમાં ૨જી કંકોતરી મામા અને માસી ઘરે મોકલો એટલે મામા મામેરું લઈને ભાણિયાભાઈને પરણાવે હવે નવા ટ્રેંડમાં ૨જી કંકોતરી પંડિતને મોકલો, ૨જી કંકોતરી પાર્ટી પ્લોટને મોકલો, જગ્યા હસે તો આ વર્ષે થશે બાકી કરો આવતા વર્ષનું બુકિંગ…. જો તમે રાગ જાતે આપી દેજો મેં લખીને આપ્યું અને ના ફાવે તો સાઇડમાં જૂના અને નવા વર્ઝન સાથે મેચ થઈ જશે, મેચ થાય કે નહિ પણ વાંચીને તમારા મુખ પર જરૂરથી હાસ્ય આવ્યું જ હશે, એવી મને આશા છે. કોરોનની ૩જી લેહર પણ આપણા દેશમાં અને શહેરમાં પ્રસરી ચૂકી છે તો આપણે પણ શનિવારે સાહેબે કીધું એમ ડરવા કરતા સાવધાની અને સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે અને એવા કોઈએ પણ ફાકા કે હવા ન મારવી કે સરકાર આયોજન કરે છે ત્યારે કોરોના નથી આવતો અને અમારા પ્રસંગમાં જ આવે છે, આમ તો તમે જ કીધું એમ સરકાર કોઈ સુવિધા હોસ્પિટલમાં આપતી નથી તો આ જ વાતને ધ્યાનમાં રાખીને પોતાની જાતને સુરક્ષિત રાખો પ્રસંગ આવતા વર્ષે પણ આવશે અને જો આવતા વર્ષના એ પ્રસંગમાં હાજર રહેવા માટે અત્યારે જ્યાં જરૂર નથી ત્યાં ગેરહાજર રેહવુ હિતાવહ છે, આપ સહુને જેના ઘરે શુભ પ્રસંગ છે તેમને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે રામ રામ.
ભાવિક બી. જાટકિયા
સુરત – ૮૪૬૦૮૮૫૯૫૪