નવા વર્ષથી લોકોની સીધી અસર કરતા નિયમો બદલાશે : બેંક લોકર વધુ સુરક્ષિત બનશે, રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેંકો લોકરની સુરક્ષામાં કોઈ બાંધછોડ કરી શકે નહીં
નવી દિલ્લી, તા.૨૯
સામાન્ય રીતે વર્ષ બદલાય તેની સાથે જ સરકાર કેટલાંક નિયમોમાં ફેરફાર કરતી હોય છે. જોકે, આ વર્ષે કોરોનાનો કહેર અને એમાંય ઓમિક્રોનના આતંક વચ્ચે સરકાર કેટલાંક નિયમોમાં મોટો બદલાવ કરવા જઈ રહી છે. તેથી બીજું બધું કામ છોડીને પહેલાં આ માહિતી વાંચી લેજો નહીં તો પુરું થઈ જશે ’બોર્ડ’. એટલેકે, તમે ભારે મુશ્કેલીઓમાં મુકાઈ જશો. જાન્યુઆરી ૨૦૨૨થી ત્રણ મોટા ફેરફાર લાગુ પડશે, આ નાણાંકીય વ્યવહારો તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરશે. ત્રણ સુધારાઓ અથવા ફેરફારો તમારા નાણાં સાથે સંબંધિત છે. આ ફેરફારો વર્ષ ૨૦૨૨ માં અમલમાં આવી રહ્યા છે. આમાં બેંક લોકરથી લઈને મ્યુચ્યુઅલ ફંડ અને એટીએમ ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે. જાન્યુઆરી ૨૦૨૨ થી બેંકિંગ સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. તમારે આ નિયમો અગાઉથી જાણવું જોઈએ. આ બાબતે રિઝર્વ બેંક અને બેંકો દ્વારા સતત મેસેજ આપવામાં આવી રહ્યા છે. જો તમે વિચારી રહ્યા છો કે માત્રએટીએમ ટ્રાન્ઝેક્શનમાં જ બદલાવ આવશે તો આપણું અનુમાન ખોટું છે. અહીં અમે તમને ત્રણ મોટા ફેરફારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સીધો સંબંધ તમારા પૈસા સાથે છે. અહીં જણાવેલ ત્રણ સુધારાઓ અથવા ફેરફારો તમારા નાણાં સાથે સંબંધિત છે. આ ફેરફારો વર્ષ ૨૦૨૨ માં અમલમાં આવી રહ્યા છે. આમાં બેંક લોકરથી લઈને મ્યુચ્યુઅલ ફંડ અને એટીએમ ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે. જો તમે ફ્રી લિમિટ પછી ટ્રાન્ઝેક્શન કરશો તો જાન્યુઆરીથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થઈ જશે. દરેક ગ્રાહકને ૫ ફ્રી ટ્રાન્ઝેક્શન સુવિધા મળે છે જેમાં રોકડ ઉપાડ, બેલેન્સ ઇન્ક્વાયરી, એટીએમ પિન ચેન્જ, મિની સ્ટેટમેન્ટ રિક્વેસ્ટ અને એ જ બેંકના એટીએમમાં એફડી ખોલવાનો સમાવેશ થાય છે. મેટ્રો સિટીમાં તમે અન્ય બેંકના એટીએમમાંથી ૩ મફત એટીએમ સેવા મેળવી શકો છો જ્યારે નોન મેટ્રો શહેરોમાં આ સંખ્યા ૫ છે. પહેલી જાન્યુઆરીથી જો તમે મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પછી એટીએમની સેવા લો છો તો તમારે ૨૧ રૂપિયા અને જીએસટીચૂકવો. નવા વર્ષથી બેંક લોકર વધુ સુરક્ષિત બનશે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેંકો લોકરની સુરક્ષામાં કોઈ બાંધછોડ કરી શકે નહીં. લોકરમાં કોઈપણ દુર્ઘટના કે ઘટના માટે બેંકો જવાબદાર રહેશે. જો બેંકો ગ્રાહકના માલસામાનની સુરક્ષાની અવગણના કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેઓની રહેશે. નવો લોકર નિયમ જાન્યુઆરી ૨૦૨૨ થી અમલમાં આવી રહ્યો છે. જો કોઈ બેંક કર્મચારી છેતરપિંડી કરે છે, બેંકની ઇમારત પડી જાય છે, આગ અથવા ચોરીને કારણે નુકસાન થાય છે તો બેંક સમાનનું ૧૦૦ ટકા સુધી ભાડું અથવા સામાનની ભરપાઈ કરશે. નવો નિયમ હાલના અને જૂના ડિપોઝિટ લોકર ધારકોને લાગુ પડશે.કોઈપણ કુદરતી આફતના કિસ્સામાં આ નિયમ લાગુ થશે નહીં. જો લોકરને ભૂકંપ, પૂર, વીજળી, તોફાન કે ગ્રાહકની ભૂલથી નુકસાન થાય તો બેંક તેની ભરપાઈ કરશે નહીં. એમએફઅથવા મ્યુચ્યુઅલ ફંડ સેન્ટ્રલ એ કેફિનટેકઅને કમ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસિસ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાયેલ ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ કંપની મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. સેબીની સૂચના બાદ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ ફક્ત મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. સ્હ્લ સેન્ટ્રલ મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે જેમ કે બેંક ખાતામાં ફેરફાર, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ વગેરે. એમએફ સેન્ટ્રલનો ઉપયોગ નોમિનેશન ફાઇલ કરવા, આવક વિતરણ મૂડી ઉપાડ, એમએફ ફોલિયો અને ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પ્લાયન્સ એક્ટ સંબંધિત વિગતોમાં ફેરફાર માટે થાય છે.આની એક એપ પણ બનાવવામાં આવી છે જે હજુ સુધી લોન્ચ થઈ નથી. આ પ્લેટફોર્મ પર વ્યવહાર શરૂ થયો નથી. માનવામાં આવે છે કે આ સેવા જાન્યુઆરીમાં પણ શરૂ થઈ શકે છે.