બે શખ્સો ને ઝડપી લઈ પોલીસે 5 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો..
બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.જી.ડી.કાલીયા તથા એમ.આર.પરમાર તેમજ પોલીસ સ્ટાફના માણસો રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમ્યાન મળેલ બાતમીના આધારે રાણપુર તાલુકાના અળવ ગામેથી બંધ મકાનમાં રેઈડ પાડી કોથળા માં રાખેલો 252 લીટર દેશી દારૂ કીંમત રૂ.5040 ના મુદ્દામાલ સાથે બાબુભાઈ વિક્રમભાઈ ખાચર અને પ્રતાપભાઈ વિક્રમભાઈ ખાચર ને ઝડપી લઈ રાણપુર પોલીસ સ્ટેશન માં બંને આરોપી વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.