યુવતીનું ધર્માંતરણ, નિકાહ મુદ્દે આરોપીઓના દસ દિવસના રિમાન્ડ

191

રીમાન્ડ દરમ્યાન મોટા રહસ્યો સાથે અન્ય ધર્માંતરણના ભેદ ઉકેલાય એવી શક્યતા
ભાવનગર તા.૩૦
પાલીતાણાની યુવતીનું વિધર્મી યુવાને અપહરણ કરી દિલ્હી લઈ જઈ જન્મના ખોટા સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કરી યુવતીનું ધર્માંતરણ કરાવી નિકાહ પઢી લેનાર મુખ્ય આરોપી સહિત આ કૃત્યમા સંડોવાયેલ એક મહિલા સહિત છ આરોપી ઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે અને આ આરોપીઓ ને કોર્ટમાં રજૂ કરી દસ દિવસ ના રીમાન્ડ મેળવ્યા છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા માં રહેતી એક હિંન્દુ પરીવારની યુવતીને અહીં જ રહેતો મુસ્લિમ શખ્સ જાકીર હારૂન સૈયદ પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી પ્રથમ ભાવનગર લાવ્યો હતો જેને ગુલાબ હબીબ પઠાણ વડવા વાળાએ આશરો આપી અહીં થી દિલ્હી લઈ જવા વ્યવસ્થા કરી આપી હતી અને દિલ્હી પહોંચી અફતાબ ઉર્ફે અલ્તાફ અહેમદ હુસૈન શેખ રે કોડીનાર જી.ગીરસોમનાથ વાળા ની મદદથી દિલ્હી કોર્ટમાં પોતે પ્રેમ સંબંધ ધરાવે છે તેમ જણાવી નકલી પ્રમાણપત્રો રજૂ કરી કોર્ટમાં મુસ્લિમ ધર્મ મુજબ નિકાહ પઢી યુવતીનું ધર્માંતરણ કરાવ્યું હતું આ મુદ્દે પાલિતાણામા થયેલ વિરોધ પ્રદર્શન ને પગલે ઉચ્ચ કક્ષાએથી તપાસ ના આદેશો છુટતા ભાવનગર પોલીસે તપાસનો દૌર હાથમાં લઈ જીણવટભરી તપાસ ના અંતે ભાગેડુ યુવક યુવતીનું દિલ્હીમાં લોકેશન ટ્રેસ થતાં ભાવનગર એલસીબી ની ટીમ દિલ્હી પહોંચી હતી જયાં સ્થાનિક પોલીસની મદદ થી આરોપી જાકીર તથા તેને મદદગારી કરનાર તથા યુવતીનું ધર્માંતરણ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર એક મહિલા સહિત છ આરોપીઓ ની ધડપકડ કરી ભાવનગર લાવવામાં આવ્યા હતા જેમાં મુખ્ય આરોપી જાકીર હારૂન સૈયદ ગુલાબ હબીબ પઠાણ આફતાબ ઉર્ફે અલ્તાફ અહેમદ હુસૈન શેખ મહંમંદસાહિલ ઉર્ફે સાહેલ મહંમદમીન કાદરી રે કોડીનાર તથા દિલ્હી ની નિતુ અનુપસિંગ વત્સ અને નિતુનો માણસ રાજુ રે દિલ્હી ને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ ની માંગ કરતાં તમામ આરોપીઓના કોર્ટે ૧૦ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે આ રીમાન્ડ દરમ્યાન સમગ્ર ઘટના ઉપરાંત અન્ય ધર્માંતરણ સહિતના બનાવોના ભેદ ઉજાગર થાય એવી શક્યતા છે.

Previous article80 હજારથી વધુ પુસ્તકો ધરાવતી ભાવનગરની હેરીટેજ બાર્ટન લાઇબ્રેરીએ 142 વર્ષ પૂર્ણ કર્યા, સ્થાપના 143 વર્ષમાં પ્રવેશ
Next articleકાપડ ઉદ્યોગ પર જીએસટી વધારાનો વિરોધ