પાંચ ટકામાંથી ૧૨% જી.એસ.ટી કરાતા ભાવ.ના વેપારીઓએ ધંધા બંધ રાખી રેલી યોજી કલેકટરને આવેદન આપ્યું
સરકાર દ્વારા કાપડ ઉદ્યોગ તેમજ રેડીમેડ કપડાં પર રહેલા પાંચ ટકા જીએસટી ના દરને દોઢ ગણો વધારી ૧૨% કરવાના લીધેલા નિર્ણયનો સર્વત્ર વિરોધ થઈ રહ્યો છે તેના પગલે રાજ્યના અનેક જિલ્લાઓની સાથે ભાવનગરના વેપારીઓએ પણ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું કોરોના મહામારીના કારણે મોટાભાગના ઉદ્યોગોની હાલત કથળી જવા પામી છે અને છેલ્લા બે-ત્રણ માસથી વેપાર-ધંધા ખુલ્યા છે ત્યારે સરકાર દ્વારા કાપડ ઉદ્યોગ અને રેડીમેડ ગારમેન્ટ પર પાંચ ટકાની બદલે ૧૨% જીએસટી લાગુ કરવાનો નિર્ણય કરતા તેનો સર્વત્ર વિરોધ થઈ રહ્યો છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વેપારીઓએ બંધ પાળી રેલી કાઢી આવેદનપત્રો આપ્યા હતા જેના ભાગરૂપે ભાવનગરમાં પણ ભાવનગર ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ સિન્ધી એસોસિયેશન અને કાપડ એસોસિએશન દ્વારા આજે વેપાર-ધંધા બંધ રાખી વિશાળ રેલી કાઢી હતી અને મુખ્ય બજારોમાં થઈ કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને જીએસટીના દર યથાવત રાખવા માગણી કરી હતી ટેક્સના ભારણ તળે ભાવ વધારા સાથે વ્યવસાય કરવો ખૂબજ મુશ્કેલ બન્યો હોવાનું પણ જણાવ્યું હતું અને જીએસટીના દર વધારવાના નિર્ણયને પાછો ખેંચવાની પણ માગ કરી હતી આ રેલીમાં કાપડ બજાર રેડીમેડના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા