અધિકારીઓ-વેપારીઓનો મામલો બી-ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યો
શહેરમાં બીએમસી ની ટીમ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી પ્લાસ્ટિક ડ્રાઈવ યોજી પ્રતિબંધિત પ્લાસ્ટિક નો મસમોટો જથ્થો ઝડપી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આજરોજ શહેરના સિંધુનગર વિસ્તારમાં ડ્રાઈવ માટે ગયેલી ટીમ અને વેપારીઓ વચ્ચે માથાકૂટ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર મહાનગરપાલિકા ની ખાસ ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ડ્રાઈવ યોજવામાં આવે છે જેમાં નિયત ગુણવત્તા વિનાના પ્લાસ્ટિક નો ઉપયોગ કરતાં આસામીઓ-વેપારીઓ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા સાથે હલકી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરવામાં આવે છે જેમાં ગત બુધવારે ટીમે શહેરની વિવિધ બજારોમાં ડ્રાઈવ યોજી ૭૦૦ કિલો થી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરી આવા પ્લાસ્ટિક નો ઉપયોગ કરતાં વેપારીઓ પાસે થી દંડ વસુલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આજરોજ આ ટીમ શહેરના સિંધુનગર વિસ્તારમાં પહોંચી ચેકીંગ કામગીરી શરૂ કરતાં વેપારીઓ એ વિરોધ કર્યો હતો જેમાં વેપારીઓ-અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચડભડ થતાં મામલો બી-ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યો હતો જયાં વેપારીઓ-અધિકારીઓ એ સામસામે ફરિયાદ દાખલ કરાવવા અધિરા બન્યાં હતાં એક તરફ વેપારીઓ એ અધિકારીઓ વિરુદ્ધ એવો આક્ષેપ કર્યો હતો કે નાના વેપારીઓ ને અધિકારીઓ દ્વારા વારંવાર ખોટી કનડગત કરી પરેશાન કરવામાં આવી રહ્યાં છે અને આજરોજ અધિકારીઓ એ જ્ઞાતિ વિરુદ્ધ ટીપ્પણી કરી લાગણી દુભાવી છે સરકાર તંત્ર જયાં હલકી ગુણવત્તા નું પ્લાસ્ટિક ઉત્પાદન કરે છે એવી ફેક્ટરીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી બીજી તરફ અધિકારીઓ એ ફરજમાં રૂકાવટ ઉભી કરી પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો સગેવગે કરી નાખતા હોવાની ફરિયાદ કરી હતી.