ભાવનગરમાં ૨ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના પોઝિટિવ આવતા શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાયો

109

સ્વામીનારાયણ ગુરુકુળ સરદારનગર અને નૈમિષારણ્ય શાળાનો એક-એક વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં : શહેરમાં વર્ષના અંતિમ દિવસે ૬ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા
ભાવનગર જિલ્લામાં ધીમી ગતિએ કોરોના પગપેસારો કરી રહ્યો છે. આજે ૬ કોરોના દર્દીઓ પોઝીટીવ આવતાં ૨૦૨૧ના અંતિમ દિવસે ૨ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના ની ઝપેટમાં આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ભાવનગર શહેરમાં બે વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં શહેરના સરદારનગર પાસે આવેલ સ્વામીનારાયણ ગુરુકુળનો એક વિધાર્થી તથા સિદસર પાસે આવેલ નૈમિષારણ્ય શાળાનો એક વિદ્યાર્થી સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સાથે એક શિક્ષક પણ કોરોનાની ઝપેડ આવ્યો છે,
આજે શહેરમાં ૬ નવા કોરોના કેસ નોંધાયા હતા, જેમાં કોરોનાના નવા કેસમાં શહેરમાં ૩ પુરુષ અને ૩ મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગ્રામ્યમાં એકપણ કેસ નોંધાયો નહીં, આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૨૭ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૨ દર્દી મળી કુલ ૨૯ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૪૨ કેસ પૈકી હાલ ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleઆજે થર્ટી ફર્સ્ટની ઉજવણી ઘરમાં જ !
Next articleકડવી યાદો કપરી પરિસ્થિતિને જીદંગીનો અઘરો પિરીયડ ગણી વર્ષ ૨૦૨૧ને અલવિદા !