આજથી અંગ્રેજી નવાવર્ષ ૨૦૨૨નો પ્રારંભ વિશ્વ વહેલી તકે મહામારી માથી મુક્ત થાય અને વૈશ્વિક સુખ-શાંતિની કામના
વર્ષ ૨૦૨૧ તમામ વ્યક્તિ ઓ માટે ભારે સંઘર્ષ સાથે અત્યંત કસોટી કારક પૂર્વાર થયું વર્ષનો મોટો ભાગ ભય અને મહામારીની દહેશત વચ્ચે પસાર થયો નાનાં મોટાં ધંધા રોજગારોની કેડ ભાંગી ગઈ ત્યારે આજે અંગ્રેજી વર્ષનાં છેલ્લા અને અંતિમ દિવસે લોકો એ કુદરતને પ્રાર્થના ઓ કરી હતી કે આવનારૂ વર્ષ વૈશ્વિક શાંતિ સૌવ નુ આરોગ્ય નિરામય રહે અને સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત કોરોનાની મહામારી હંમેશાં માટે વિદાય લે એવી મનોમન પ્રાર્થના ઓ સાથે લોકો એ જૂના વર્ષને વિદાઈ આપી નવા વર્ષને આવકારવા આતુર બન્યાં છે જોકે જતાં વર્ષના અંતિમ દિવસોમાં પણ કોરોના મહામારી પીછો છોડવા તૈયાર ન હોય તેમ ભારત સહિત વિશ્વના અનેક વિકસિત દેશો પણ નવી મહામારી ઓમિક્રોન થી ભારે પ્રભાવિત થયા છે રાજ્ય માં પણ કોરોના નો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે ત્યારે આ એક ચિંતા નો વિષય બન્યો છે ભાવનગર શહેર-જિલ્લા માટે પણ વર્ષ ૨૦૨૧ ભારે કસોટી કારક રહ્યું જૂના વર્ષમાં મહામારીના ખૈફ એ ભય સાથે દહેશત નું સામ્રાજ્ય દિવસો.સુધી અકબંધ રાખ્યું હતું ત્યારે આ ભયાવહ યાદોને કડવી યાદ ગણી ગઈ ગુજરી વિસરી આજથી શરૂ થઈ રહેલ નવાં વર્ષમાં શાંતિ સાથે વૈશ્વિક મહામારી થી મુક્તિ ઈચ્છી રહ્યાં છે યુવા હૈયાઓએ પોતાની રીતે ૩૧ ડીસેમ્બરે સેલીબ્રેશન કર્યું હતું અને મધરાતે બરાબર ૧૨ ના ટકોરે અરસપરસ નવાં વર્ષની શુભેચ્છાઓ નો ધોધ સોશ્યિલ મિડિયા પર વહાવ્યો હતો કોરોના ને બેકાબૂ બનતો અટકાવવા પોલીસ તથા જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા ૩૧ ડીસેમ્બરની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હોય અને પરિસ્થિતિ પણ દિવસે દિવસે કપરી બનતા શાન માં સમજેલા યુવાઓએ ૩૧ડીસેમ્બરની ઉજવણી કરવા માટે બહાર નીકળવાનું ટાળ્યું હતું એકંદરે કાયદો વ્યવસ્થા પર સાંગોપાંગ સચવાઈ રહેતા તંત્ર એ રાહતનો દમ લીધો હતો.