ડી-ડીવીઝન પોલીસે વિદેશી શરાબ-બિયર, ૨ કાર, ૨ સ્કુટર તથા મોબાઈલ મળી કુલ રૂ.૫,૦૦,૭૩૫નો મુદ્દામાલ કબ્જે કર્યો
“મદીરા મહેફિલ ના મહાપર્વ” ૩૧ ડીસેમ્બરની પૂર્વ સંધ્યાએ ડી-ડીવીઝન પોલીસની ટીમે પરપ્રાંતિય શરાબ-બિયરના ગેરકાયદે વેચાણ માટે કુખ્યાત બુટલેગર સંજય ઉર્ફે ભાણું ભા સાથે ૩ ખેપીયાઓ ની ધડપકડ કરી હતી એ સાથે પરપ્રાંતિય શરાબ-બિયર કાર સ્કુટર મોબાઈલ અને રોકડ સહિત લાખ્ખોનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. સમગ્ર બનાવ અંગે ડી-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ૩૧ ડીસેમ્બરે શહેર-જિલ્લામાં દારૂ સહિતની અસામાજિક બદ્દીઓ પોલીસ કડક હાથે ડામી દેવા કટીબદ્ધ હોય જે અન્વયે પોલીસે ખાસ એક્શનપ્લાન સાથે કામગીરી શરૂ કરી છે જે અન્વયે શહેરના ડી-ડીવીઝન પોલીસ મથકનો ડી-સ્ટાફ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં પેટ્રોલિંગ માં હોય એ દરમ્યાન સાંજે બાતમીદારો એ પોલીસને ચોક્કસ માહિતી આપી હતી કે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં ઘણાં સમયથી પરપ્રાંતિય શરાબ-બિયરનુ ગેરકાયદે વેચાણ કરતાં કુખ્યાત બુટલેગર સંજયસિંહ સહદેવસિંહ સરવૈયા ઉર્ફે ભાણું ભા ઉ.વ.૩૫ રે.નિર્ભયસોસાસટી સ્વા.ગુરૂકુળ સામે વાળો કારમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે જે હકીકત આધારે ટીમે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ખોડિયાર પાનના ગલ્લા સામે ખુલ્લા પ્લોટમાં કાર ઉભી રાખી પરપ્રાંતિય શરાબ-બિયરનુ વેચાણ કરતાં મળી આવેલ આથી ટીમે સંજયસિંહ ઉર્ફે ભાણુંભા સહદેવસિંહ સરવૈયા શરદ લીંમ્બા ચાવડા ઉ.વ. ૨૯ રે.શાંતિનગર ચિત્રા હરપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.૩૧ રે કર્મચારીનગર ફૂલસર યોગેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જીતુ રાઠોડ ઉ.વ.૩૨ રે. પૂજાનગર ચિત્રા વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ.૨,૭૩૫/- બિયર ટીન રૂપિયા.૧,૦૦૦/- બે કાર બે એક્ટિવા સ્કુટર મોબાઈલ નંગ-૭ તથા રોકડ રકમ મળી કુલ રૂ.૫,૦૦૦,૭૩૫/-નો મુદ્દામાલ સાથે ચારેય બુટલેગરો ની ધડપકડ કરી હતી આ શરાબ-બિયરનો જથ્થો કયાંથી લાવ્યો તે અંગે ભાણું એ જણાવ્યું હતું કે ભરતનગર વિસ્તારમાં રહેતો અમિત ઉર્ફે વેન્ચર મહેશ પરમાર પાસેથી લાવી વેચાણ કરતાં હોવાની કેફિયત આપી હતી આથી પોલીસે સજય ઉર્ફે ભાણું તેના સાગરીતો અને અમિત ઉર્ફે વેન્ચર વિરુદ્ધ પ્રહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ભરતનગર ના અમિત ઉર્ફે વેન્ચર ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.