આધ્યાત્મિક ઉચ્ચતા :-મીના જોશી (વચનામૃત : જીવન માર્ગદર્શક )

103

સફળતા અનેપ્રગતિ, બંનેમાં બહુ ફેર છે. ખાલી વેપાર ધંધામાં આગળ વધો એ પ્રગતિ છે, સફળતા નથી.પરંતુજીવનમાં એક પૂર્ણ માનવ તરીકે આપણું વ્યક્તિત્ત્વ ખીલી ઊઠે એને સફળતા કહેવાય.
રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો,
મંજિલ બીજું કાંઈનહીં બસ પગલાંનો સરવાળો.
એટલે કે દરેક ક્ષેત્રમાં સર્વાંગીણ રીતેઆપણી પ્રગતિ થાય અને એ તમામ પ્રકારની પ્રગતિ ભેગી થાય ત્યારે સફળતા મળે.ધંધોસારોથાય અથવા ક્યાંક પૈસા કમાયા એટલે માણસ સફળ થઈ ગયો એવી માનસિકતા ખોટી છે.
માનવીન ુંવ્યક્તિત્વ માણસ તરીકે પણ ખીલેલું હોવું જોઈએ. એનો સ્વીકાર પણ સમાજમાં હોવો જોઈએ. સમાજમાં પાંચ-પંદર જગ્યાએ એનું નિસ્વાર્થ ભાવે સમર્પણ હોવું જોઈએ. એવી રીતે પ્રગતિ થાય ત્યારે સાચી સફળતા મળી કહેવાય.
આપાયાનો વિચાર છે. એ આપણે હંમેશા જીવનમાં દૃઢ રાખવાનો. રોજ સવારે ઊઠીને મનને પહેલી વાત કરવાની કે મારે એક smart professional થવું છે અથવા મોટા business man થવું છે પરંતુ સૌથી અગત્યનું મારેextra ordinary human being, એક અદ્વિતીય માણસ પણ થવું છે. તોએ સાચી સફળતા કહેવાશે.
એના માટે એક અગત્યની વાત છે નીતિ-નિયમ અને સિદ્ધાંતોને વળગી રહેવું.
ધંધા વ્યવસાયમાં સંચાલનની જવાબદારી નિભાવતા મેનેજર, પ્રાધિકારી કે સંચાલકો નીતિમત્તા અને સદાચારનાં કેટલાક સ્થાપિત ધોરણોને અનુસરતા હોવા જોઈએ. તેમની સઘળી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ અને સંબંધોમાં નીતિમત્તા અને સદાચારના ઉચ્ચ ધોરણો જળવાય તો જ સાચા અર્થમાં, તેમણે તેમની સામાજિક જવાબદારી વહન કરી કહેવાય. માટે જે – તે ધંધા કે વ્યવસાયના સંચાલકમાં ethical excellence હોવી જોઈએ, તેને બરોબર વિવેક હોવો જોઈએ કે what is right and what is wrong.
નીતિમત્તા અને સદાચારના પરિપ્રેક્ષ્યમાં ત્રણ પ્રકારના સંચાલકો જોવા મળે છેઃ
૧. અપ્રામાણિક અને અનૈતિક રીતિઓને અનુસરનારા સંચાલકો (Immoral management)
૨.નીતિમત્તા અને સદાચારની સીમાઓમાં રહીને જ અને તમામ કાયદાકીય બાબતોનો સંપૂર્ણ અમલ કરીને જ પોતાનો ધંધો વિકસાવનાર સંચાલક Moral management)
૩. પળાય ત્યાં સુધી નીતિમત્તાના ધોરણો પાળે, પરંતુ નફો રળવામાં જોતે આડખીલીરૂપ લાગે તો તેનું ઉલ્લંઘન કરતાં છોછ નહીં અનુભવનાર સંચાલક (Amoral management)
આદર્શ સંચાલક કે ચેરમેનની યથાર્થ ઓળખાણ તેની કંપનીના નફા કે મૂડીના આધારે નથી થતી, એ તો થાય છે તેમની પ્રામાણિકતા, નીતિમત્તા અને ચારિત્ર્યથી. થોડા સમય પૂર્વે વિપ્રો કંપનીના ચેરમેન-પદેથી નિવૃત્ત થનાર શ્રી અઝીમ પ્રેમજી જેઓએ છેલ્લાં ૫૩ વર્ષના અથાગ પ્રયત્નથી એક નાની ખાદ્યતેલ અને સાબુ બનાવતી કંપનીમાંથી એક અબજો ડોલરની વિરાટકાય, વિશ્વપ્રસિદ્ધ સોફ્ટવેર કંપની વિપ્રોનું સર્જન કર્યું. તેમની કદરદાની ઉદ્યોગ જગતના ખેરખાંઓએ, તેઓ ‘પ્રામાણિકતા, શાલીનતા, નીતિમત્તા, સાદાઈ અને પરોપકારિતાના પર્યાય હતા’ એ કહીને કરી !! કોઈએ એમ ન કહ્યું કે તેમણે કેવળ અબજો ડોલરની સંપત્તિનું સર્જન કર્યું. નીતિમત્તાને અનુસરનારા જ સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરી શકે છે.
પ્રમુખસ્વામી મહારાજે ધર્મના સંસ્કારો સિંચીને નીતિમત્તા અને પ્રામાણિકતાથી જીવન જીવતા આવાલાખો professional`s અને business man`s ની ફોજ સર્જી છે.
આવા ભક્તો વ્યવસાય કરતાં નીતિમત્તાને વધારે પ્રાધાન્ય આપે છે.વર્ષો પૂર્વે આસામમાં બેન્કમાં નોકરી કરતા અમદાવાદનાએક ભક્તને ત્યાંના ઉદ્દામવાદી લોકોએ બેન્કમાંથી ખોટી રીતે લોન આપવા કહ્યું. આ ભક્ત કહે : “હું એવી રીતે ગેરકાયદેસર એક પૈસો પણ ન આપું.”પેલા લોકો રિવોલ્વર લઈને આવ્યા હતા પણ ભક્તની સચ્ચાઈ, નિષ્ઠા, કપાળમાં તિલક-ચાંદલો વગેરે જોઈ ગમ ખાઈ ગયા. અને કહ્યું : “ઠીક છે, અમે તપાસ કરીશું તે પૈસાની લાલચે કેટલાને આવી લોનો આપી છે તે.”આ ભક્તે સામેથી જ ૨૧ સરનામાં આપ્યા ને તપાસ કરવા કહ્યું.
ડાકુઓએ બધે તપાસ કરી તો ગેરકાયદે એક પૈસો કોઈને આપેલો નહીં. આ જોઈ તેઓ કહે : “ધન્ય છે તમને, અમારે આવા પ્રામાણિકની જ જરૂર છે. તમારી બદલી અમે રોકાવીશું ને તમને કોઈ પરેશાન કરે તો અમને કહેજો. આ અમારું એડ્રેસ છે ને ફોન છે.” એમ તેઓ સામેથી ગુણ લઈનગયા.
આવા તો કેટલાય આધ્યાત્મિક ઉચ્ચતાને વરેલાં માનવો આજે પણ છે જે સરકારી ઉચ્ચ હોદ્દો ધરાવે છે કે ઉદ્યોગપતિ છે. તેઓ ધારે તો ખોટી રીતે રાતોરાત લાખોપતિ-કરોડોપતિ થઈ શકે પણ ધર્મ અને નૈતિકતાના સંસ્કારથી નિયમોનો લોપ કરતા નથી અને જીવનમાં સાચી સફળતા અને શાંતિ પ્રાપ્ત કરીને સુખી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવરસાદ- હિમવર્ષાને લીધે ઠંડી વધશે, દિલ્હીમાં કોલ્ડવેવની આગાહી