શારીરિક રીતે ખોટ ખાપણ ધરાવતા ભાઈઓ બહેનો માટે આત્મનિર્ભર પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો
ઈનર વ્હીલ ક્લબ ભાવનગર દ્વારા પ્રથમવાર શારીરિક રીતે ખોટ ખાપણ ધરાવતા ભાઈઓ બહેનો માટે આત્મનિર્ભર પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ શિવ શક્તિ હોલ ખાતે દાતાઓના હસ્તે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાં મહિલાઓ સંચાલિત સૌથી મોટી સંસ્થા એટલે ઈનર વ્હીલ ક્લબ દ્વારા આત્મનિર્ભર પ્રોજેકટ લોન્ચ કર્યો હતો. દાતાઓ દ્વારા આ પ્રોજેકટનો મુખ્ય હેતુ જે શારીરિક રીતે ખોડખાપણ ધરાવતા ભાઈઓ-બેહનો ને આત્મનિર્ભર બનાવવા માટે આ પ્રોજેક્ટનો લોન્ચ કરવામાં આવ્યો છે.
ઈનર વ્હીલ ક્લબ ભાવનગર અનેક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ હાથ, પગ, બેટરીવાળી સાઈકલ, ટ્રાયસિકલ તથા સિલાઈ મશીન સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. જે 3 જેટલી બેટરી વાળી સાઈકલ આપવામાં આવી જેથી કરીને કોઈની પણ મદદ વગર હરીફરી શકે. 8 જેટલી સિમ્પલ ટ્રાયસાઈકલ તથા 3 જેટલા સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા. તથા સાથે જે અકસ્માતમાં હાથ કે પગ કપાય હોય તેવા વ્યક્તિઓને નવા હાથ અને પગ આપી જીવન બદલાવા મદદરૂપ બની શકીએ, તેવા શુભ હેતુથી આ કાર્યો કરવામાં આવે છે.માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ ની છોકરીઓને ઘોરણ 10ના માટે 60 જેટલા પેપર સેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઈનર વ્હીલ ક્લબના એકતા સમીર શાહ, ભાવિકા પુનિત મહેતા તથા ક્લબની મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.