ભાવનગરમાં આજે કોરોનાના નવા ૪ કેસ નોંધાયા, ગ્રામ્યમાં એકપણ કેસ ન નોંધાતા રાહત

104

શહેરમાં ૩૧ અને ગ્રામ્યમાં ૨ દર્દીઓ મળી કુલ ૩૩ એક્ટિવ કેસ
ભાવનગરમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૪ નવા કેસ નોંધાયા હતા. જેમાં ૩ પુરુષનો અને ૧ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરમાં ચાર કેસ નોંધાયા છે તેમાં ૩ લોકો મુંબઈ અને એક રાજસ્થાનની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. કોરોનાના નવા કેસમાં શહેરમાં ૩ પુરુષ અને ૧ મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગ્રામ્યમાં એકપણ કેસ નોંધાયો નહીં, આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૩૧ પર પહોચી છે. જ્યારે ગ્રામ્યમાં ૨ દર્દી મળી કુલ ૩૩ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૪૬ કેસ પૈકી હાલ ૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleભાવનગર મહાપાલિકાએ એક સાથે 26 ટીમો મેદાનમાં ઉતારી બાકીદારોની મિલકતો જપ્ત કરી
Next articleભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં એકની હત્યા મામલે આરોપીને ડિસ્ટ્રિક્ટ કોર્ટ આજીવન કેદની સજા ફટકારી