લાખણકા અને હમીપરા ગામામાં જળશયોનું સંરક્ષણ અને સરક્ષિત કરવાના ઉપાયો વિષય અંતર્ગત પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

94

ગુજરાત સરકારના ગુજરાત ઇકોલોજિ કમિશન દ્વારા આઝાદીનો આમરુત મહોત્સવ અંતરગત આનંદ ગ્રામ વિકાસ ટ્રસ્ટના સહયોગથી પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ ભાવનગર જિલ્લાના ૨૫ ગામમાં યોજવામાં આવ્યો છે . જે ગામડાઓ તળાવ , કે નદી , જેવા જળાશયોથી નજીક આવેલ ગામડાઓમાં લોક જાગૃતિના કાર્યક્રમો થઈ રહ્યા છે . જેમાં ઘોઘા તાલુકાનાં લાખણકા ગામ તેમજ તળાજા તાલુકાનાં હમીપરા ગામમાં તા : -૩૧-૧૨-૨૦૨૧ના રોજ આ લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . વેટલેંડ એટલે કે જળશયોનું સંરક્ષણ અને સરક્ષિત કરવાના ઉપાયો માનવ જીવન સાથે સંકળાયેલા વિવિધ મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી . જેમ કે જળાશયોનું સાફ સફાઈ કરવાનું આયોજન કરવો ,

આપણી વપરાશની આદતો બદલો , પાણીની બચત , હાનિકારક કચરો ઘટાડોવો , વૃક્ષ ઉછેર કરવા , પર્યાવરણ સંવર્ધન , કચરાનું વ્યવસ્થાપન , કુદરતી વનસ્પતિઓનો નાશ ન કરો , તેમજ કુદરતી વાતાવરણમાં રહેતા શીખો , ચોવીસ કલાક ઓક્સીજન આપતી વનસ્પતિનું ઉચ્ચર કરવો , કચરો ને ગમે ત્યાં ના રાખો , અને વરસાદી પાણીનો સંગ્રહ કરો , જેવા વગેરે મુદાઓની ચર્ચા પર્યાવરણ આધારિત બનાવેલ ઁઁ્‌ , વિડીયો ડોક્યુમેન્ટરી ફિલ્મ , સાપસીડી રમતોના મધ્યમ દ્વારા માહિતી આપી . આ કાર્યક્રમમાં સૌ ગ્રામ જનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો તેમજ ગામમાં આવેલ જળારાયની મુલાકાત લઈ જળાશયનું પાણી સુરક્ષિત રાખવાનું આયોજન કરવામાં આવ્યું તેમજ સિંચાઇ યોજના નું સફળ આયોજન કરી ગામમાં ઉત્તમ ખેતી થઈ શકે તેમજ પાણીનો બગાડ અટકાવી શકીએ જેવ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી . આ કાર્યક્રમમાં ગામના સરપંચ અને પંચાયતના સભ્યો તેમજ ગામના ભાઈઓ – બહેનો સૌએ ભાગ લીધો હતો .

Previous articleકેક શોપ્સ પર જામી ભીડ….
Next article’ગિજુભાઈ બધેકા’ આનંદદાયી બાળમેળો અને જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરાયું