સાવધાન-બોટાદ એક સુરક્ષા અભિયાન અંતર્ગત સૌ પ્રથમ ગ્રામ્ય વિસ્તારોમાં જન જાગૃતિ દરેક ગામડામાં લગાડવા માટેના પોલીસ વિભાગના નંબરો દર્શાવતા તથા પોલીસ વિભાગને મદદરૂપ થવાના નંબરો દર્શાવતા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા અને દરેક ગામડાઓમાં મળી કુલ-૧૦૦૦૦ આવા પોસ્ટર લગાવવામાં આવ્યા. ત્યારબાદ સાવધાન બોટાદ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને વિવિધ બાબતે જાગૃતિ અને સલામતી માટેના સુચનો દર્શાવતા પેમ્ફલેટ તૈયાર કરી કુલ-૩૫૦૦૦ પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યા. આ ઉપરાંત આ અભિયાનમાં જોડાયેલ દરેક દ્ગજીજી/દ્ગઝ્રઝ્ર યુનિટ માટે તાલીમ કીટ તૈયાર કરવામાં આવી જેમાં સેમિનારના સ્થળ પર લગાવવાના બેનરો તથા રેલી માટે વિવિધ સુત્રો, બેનરોનો સમાવેશ કરવામાં આવ્યો. આ અભિયાનમાં શાળા/કોલેજના યુવા વિદ્યાર્થીઓ જોડાવાના હોવાથી તેમનામાં સમાજ સેવાની સાથે સર્જનાત્મક શક્તિનો વિકાસ પણ થાય અને ગ્રામ્ય લોકોને મનોરંજન દ્વારા જ્ઞાન મળી રહે તેના માટે કુશળ પ્રાદ્યાપક-પ્રશિક્ષકો પાસેથી વિદ્યાર્થીઓ માટે સ્થાનિક કક્ષાએ અગાઉ બનેલા ગુન્હાઓ બાબતેના નાટક-પ્લે પણ તૈયાર કરાવવામાં આવ્યા. સાવધાન-બોટાદ એક સુરક્ષા અભિયાન ના અમલીકરણના બીજા તબક્કામાં પોલીસ અધિકારી/ કર્મચારીઓ દ્વારા મિલ્કત સંબંધી બનતા ગુન્હાઓ જેવા કે ચેનની ચીલ ઝડપ, ઘરેણાની ચોરી, નજર ચુકાવીને ઉઠાંતરી, બેંક-આંગડીયા પેઢીના કર્મચારીઓની લૂંટ વગેરે બાબતે નાગરિકોમાં જાગૃતિ લાવવા તા.૩૧/૧૨/૨૦૨૧ થી બોટાદ ખાતે જાહેર સ્થળોએ કાર્યક્રમો યોજી કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવેલ છે. આ કેમ્પેઇનમાં આજરોજ બોટાદ ખાતે લીમડા ચોક સોની બજારમાં સાવધાન બોટાદ વાન સાથે સ્ટોલ તૈયાર કરી એચ.આર.ગોસ્વામી, પો.ઇન્સ. એસ.ઓ.જી. બોટાદ, એ.જી.મકવાણા, રી.પો.ઇન્સ., પોલીસ હેડ ક્વાર્ટર બોટાદ તથા બોટાદ પોલીસ સ્ટેશન અને પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહી સોની બજારમાં મોટી સંખ્યામાં હાજર રહેલ લોકોને આવા ગુંહાઓ બનતા અટકાવવા શું શું કાળજી રાખવી તેની માહિતી આપી હતી.