ખેડૂતોને કિસાન નીધિનો ૧૦મો હપ્તો આપતા : વડાપ્રધાન

91

નવા વર્ષે ૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન મોદી દ્વારા ટ્રાન્સફર કરાયા : ભારતના વિદેશી હુંડિયામણનો ભંડાર પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જીએસટી કલેક્શન જુના રેકોર્ડ તોડી રહ્યું છે : ભારતનો આર્થિક વિકાસ દર ૮ ટકાથી વધુ રહ્યો : મોદી
નવીદિલ્હી,તા.૧
નવા વર્ષ પર ખેડૂતોને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, તેઓ ખેડૂતોને યોજનાના દસમા હપ્તાની રકમ જાહેર કરી .
૧ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ વડાપ્રધાન ૧૦ કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. આપને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં ૧.૬ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેનાથી ૧.૨૪ લાખ ખેડૂતોને ફાયદો થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. ત્યારે આ પ્રસંગે લગભગ ૩૫૦ ખેડૂત ઉત્પાદક સંગઠનોને ૧૪ કરોડ રૂપિયાની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડવામાં આવી છે. આ કાર્યક્રમ બાદ પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યુ છે કે, ભારતની ઈકોનોમીનો વિકાસ દર ૮ ટકાથી વધારે છે.વિદેશનુ રેકોર્ડ બ્રેક રોકાણ ભારત આવી રહ્યુ છે.ભારતના વિદેશી હુંડિયામણનો ભંડાર પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.જીએસટી કલેક્શન પણ જુના રેકોર્ડ તોડી રહ્યુ છે.કૃષિ પેદાશોની નિકાસમાં પણ નવા રેકોર્ડ સ્થપાયા છે. તેમણે કહ્યુ હતુ કે, આ માટે કેટલાય લોકો પોતાનુ જીવન ખપાવી રહ્યા છે.જોકે તેમના કામને હવે ઓળખ મળી રહી છે.દરેક ભારતીયની તાકાત દેશના વિકાસને નવી ગતિ આપી રહી છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારતે ૨૦૨૧માં ૭૦ લાખ કરોડ રુપિયાની લેવડ દેવડ યુપીઆઈથી કરી છે.ભારતમાં ૫૦૦૦૦ થી વધારે સ્ટાર્ટ અપ્સ કામ કરી રહ્યા છે.જેમાંથી ૧૦૦૦૦ સ્ટાર્ટ અપ તો છેલ્લા ૬ મહિનામાં સ્થપાયા છે.૨૦૨૨માં આપણે વધારે પ્રગતિ કરવાની છે.કોરોનાનો પડકાર છે પણ ભારતની પ્રગતિને તે રોકી નહીં શકે.ભારત કોરોના સામે લડશે અ્‌ને પોતાના રાષ્ટ્રિય હિતોનુ પણ રક્ષણ કરશે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપે છે. સરકાર આ પૈસા ત્રણ હપ્તાના રૂપમાં આપે છે. એટલે કે, તમને ૪ મહિનાના તફાવત પર ૨૦૦૦ રૂપિયાની રકમ મળે છે. આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધીમાં, સરકારે આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં ૧.૬ લાખ કરોડ રૂપિયાનું માનદ વેતન ટ્રાન્સફર કર્યું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨,૭૭૫ નવા કેસ નોંધાયા