જિલ્લાના અગ્રણી ઉદ્યોગકારો-પદાધિકારીઓ સાથે બેઠક યોજતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

125

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના અગ્રણી ઉદ્યોગકારો અને જિલ્લાના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં તેમણે જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તેમજ જિલ્લામાં પ્રગતિમાં રહેલાં તેમજ આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરી હતી.
આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયરશ્રી કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ.એ. ગાંધી, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, શહેર ભા.જ.પા. પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, યુવરાજશ્રી જયવીરરાજસિંહજી સહિત પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleશિવાજી સર્કલ ખાતે આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટની મુલાકાત લઇ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં સંઘવી
Next articleકૃષ્ણનગર ઉપાશ્રય,મહિલા કોલેજ ખાતે દર્શન કરી પ્રબોધસુરી મહારાજના આશીર્વાદ મેળવતા ગૃહ રાજ્યમંત્રી