ભાવનગરના યોગેશભાઈ બદાણીની સાગરમાલા પ્રોજેક્ટના ડાયરેક્ટર તરીકે થયેલી નિમણૂક

661

ભાવનગર શહેર ભાજપ અને વેપારી એસોસિયેશન દ્વારા યોગેશભાઈની નિમણૂકને આવકાર
અત્રે ઉલ્લેખનીય છે કે, છેવાડાના માનવીઓ માટે ઉજ્વલા ગૅસ કનેક્શન, આયુષ્યમાન ભારત યોજના તેમજ ગુજરાતને ટૂરિઝમ ક્ષેત્રે અગ્રિમ હરોળમાં મૂકી શકે તેવી સરદાર પટેલ પ્રતિમા, તેમજ “દિવ્ય કાશી ભવ્ય કાશી” જેવા વિવિધ ક્ષેત્રે ભારતની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક એમ સર્વાંગી પ્રગતિના આષર્દ્રષ્ટા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ૬૧૦૦ કિમી દરિયાને કેવી રીતે અવગણી શકે ? આજ સુધી ઘોઘા ખાતે રોરો ફેરી સર્વિસ બાબતે કોઈ વિચારી પણ ન શક્યું ત્યારે તેને મૂર્ત સ્વરૂપ આપનાર માનનીય નરેન્દ્રભાઈએ દેશમાં અનેક પોર્ટના વિકાસ માટે તેમની સ્વપ્નસમી “સાગરમાલા પરિયોજના” અંતર્ગત બંદરના આધુનિકરણ, કનેક્ટિવિટી, બંદરો પાસે જ ઔધીગીકરણ સ્થાપવું, દરિયા કિનારે રહેતા માછીમારોના કૌશલ્યના વિકાસ માટે “કોસ્ટલ કૉમ્યુનિટી ડેવલોપમેન્ટ” તેમજ બંદરો સાથે રોડ, રસ્તા અને રેલ્વેની કનેક્ટિવિટી તેમજ જહાજોના નિર્માણ વિગેરે બાબતો માટે એસ.ડી.સી.એલ. (સાગરમાલા) ની રચના કરેલ.
દેશનો સૌથી મોટો દરિયો કિનારો ૧૬૦૦ કિમી લંબાઈ ધરાવતા ગુજરાત રાજ્યના ભાવનગરના એમ.જી રોડ વ્યાપારી એસોસિએશન, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલ તેમજ વર્ષોથી ભાવનગર શહેર ભાજપ સંગઠનમાં પ્રમુખ, મહામંત્રી જેવા વિવિધ પદો પર જવાબદારી નિભાવેલ તેવા શ્રી યોગેશભાઈ બદાણીની નિમણૂક “સાગરમાલા ડેવલોપમેન્ટ કંપની લિમિટેડ”ના સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારતભરમાં આ પ્રકારની વરણી બે જ વ્યક્તિની કરવામાં આવી છે તેમ જણાવતા યોગેશભાઈએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્‌ભઇ મોદી તેમજ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા તેમજ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગરના સાંસદ ભારતિબેન શિયાળનો આભાર માનતા આ પદની ગરિમા જળવાઈ રહે તેવા પ્રમાણિક પ્રયાસ કરવાની ખાતરી આપેલ. યોગેશભાઈની સાગર માલાના સ્વતંત્ર ડાયરેક્ટર તરીની નિમણૂકને વધાવતા ભાવનગર શહેર ભારતીય જનતાં પાર્ટીના ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, ભાવનગર શહેરના અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી અરુણભાઈ પટેલ, ડી. બી. ચુડાસમા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણા, પ્રદેશ કારોબારી સદસ્ય મહેન્દ્રભાઈ ત્રિવેદી, અમોહભાઈ શાહ, સુનિલભાઈ ઓઝા, હરુભાઈ ગોંડલિયા, મેયર કિર્તિબેન દાણીધરીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, સહિત શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, મહા પાલિકાના પદાધીકારીઓ, નગરસેવકો, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓ સહિત શહેર સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને વરિષ્ઠ આગેવાનોએ યોગેશભાઈની આ નિમણૂકને આવકરતા તેમણે હ્રદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા તેમ ભાવનગર મહાનગર ભાજપના મીડીયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.

Previous articleકાલભૈરવ દાદાના શ્રદ્ધાપૂર્વક દર્શન અને પુજન અર્ચન કર્યા
Next articleભાવનગર શહેરના બોરતળાવ માંથી એક યુવકની લાશ મળી