ભાવનગર શહેરના બોરતળાવ માંથી એક યુવકની લાશ મળી

95

ફાયરબ્રિગેડના જવાનોએ લાશ બહાર કાઢી ડી-ડીવીઝન પોલીસને સોંપી
ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર(બોરતળાવ) માંથી આજે વહેલી સવારે કોઈ યુવકની લાશ તળાવમાં તરતી હોવાનું જોવા મળતા બનાવવાની અંગેની જાણ ફાયર વિભાગને કરતા લાશ બહાર કાઢી હતી. સમગ્ર બનાવ અંગે ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર આજે સવારે શહેરના ગૌરીશંકર સરોવર – બોરતળાવ માં એક પુરૂષની લાશ તરતી હોવાની માહિતી કોઈ વ્યક્તિ એ આપતાં ફાયરબ્રિગેડના જવાનો તથા ડી-ડીવીઝન પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જયાં તરવૈયાઓએ લાશ બહાર કાઢી પોલીસ ને સોંપતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક તિલકનગર સોસાયટી માં રહેતો અરવિંદભાઈ જેન્તીભાઈ મોકાણી આ.ઉ.વ.૪૩ હોવાનું ખુલ્યું હતું આ યુવાનના મોતનું ખરૂં કારણ જાણવા સાથે વધુ તપાસ માટે પોલીસે લાશને સરટી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી મૃતકના વાલી-વારસદારો ને જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleભાવનગરના યોગેશભાઈ બદાણીની સાગરમાલા પ્રોજેક્ટના ડાયરેક્ટર તરીકે થયેલી નિમણૂક
Next articleભાવનગર જિલ્લામાં આજે ૧૦ નવા કોરોનાના કેસ નોંધાયા, શહેરમાં ૯ અને જિલ્લામાં ૧