ભાવનગર જિલ્લામાં આજે ૧૦ નવા કોરોનાના કેસ નોંધાયા, શહેરમાં ૯ અને જિલ્લામાં ૧

105

ભાવનગરમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં આજે ૧૦ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૯ નવા કેસ નોંધાયા હતા જેમાં ૪ પુરુષનો અને ૫ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે શહેરમાં ૯ કેસ નોંધાયા છે તેમાંથી ૫ વડોદરા -૧, અમદાવાદ-૧, બોમ્બે- ૧ અને શંખેશ્વર – ૨ ની ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે, જ્યારે ૪ કેસની કોઈ હિસ્ટ્રી નથી, જયારે ગ્રામ્યમાં આજે ૧ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, કોરોનાના નવા કેસમાં શહેરમાં ૪ પુરુષ અને ૫ મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગ્રામ્યમાં એક સ્ત્રીનો કેસ નોંધાયો, આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૪૦ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૩ દર્દી મળી કુલ ૪૩ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૫૬ કેસ પૈકી હાલ ૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleભાવનગર શહેરના બોરતળાવ માંથી એક યુવકની લાશ મળી
Next articleકોળીયાક તિર્થ સમુદ્ર કિનારા પર યોજાયું સફાઈ કાર્ય યોજાયું